ધરપકડ:અમદાવાદના ઓઢવમાં 17 લાખની કિંમતના 51 મોબાઈલ ચોરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે CCTVના આધારે ઝડપી પાડ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
પોલીસે એક આરોપી મહેન્દ્રને ઝડપી પાડ્યો બીજો આરોપી રાજેશ વોન્ટેડ છે.
  • પોલીસે વોન્ટેડ આરોપી રાજેશ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યાં
  • પકડાયેલ આરોપી મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે

અમદાવાદમાં ઘરફોડ, લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં બે વખત ઘૂસીને 17 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીને શહેર ક્રાઈબ બ્રાંચે ઝડપી લીધો છે. મોબાઈલની દુકાનમાં CCTVમાં આરોપી ચોરી કરતાં કેદ થતાં પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી છે.

મોબાઈલની દુકાનમાં CCTVમાં આરોપી ચોરી કરતાં કેદ થઈ ગયો હતો
મોબાઈલની દુકાનમાં CCTVમાં આરોપી ચોરી કરતાં કેદ થઈ ગયો હતો

ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી મહેન્દ્ર ગૌતમ અને તેનો મિત્ર રાજેશ રાઠોડ બંને સાથે મળીને રાત્રિના સમયે દુકાનની છત ઉપર જઈ શટરની જારી કટર વડે કાપી દુકાનમાં પ્રવેશતા હતા.દુકાનના શોકેસમાં ગોઠવેલા નવા પેટીપેક મોબાઈલ અને જૂના મોબાઇલની ચોરી કરી સાથે રાખેલી સ્કૂલ બેગ અને થેલામાં મુકીને ફરાર થઈ જતાં હતાં. જોકે ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આરોપીઓની તપાસ શરૂ કરતા આરોપી ક્રાઇમ બ્રાંચના સંકજામાં આવી ગયો છે.

શટરની જારીને કટરથી કાપીને દુકાનમાં ઉતરી ચોરીને અંજામ આપતા હતાં
શટરની જારીને કટરથી કાપીને દુકાનમાં ઉતરી ચોરીને અંજામ આપતા હતાં

વોન્ટેડ આરોપી રાજેશ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ક્રાઇમ બ્રાંચની ટીમે એક જ દુકાનની બે ચોરીના ભેદ ઉકેલી વોન્ટેડ આરોપી રાજેશ રાઠોડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી રાજેશની ધરપકડ બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે. પકડાયેલા આરોપીનું નામ મહેન્દ્ર ગૌતમ છે. મૂળ વતન ઉત્તર પ્રદેશ રહેવાસી આરોપી મહેન્દ્ર ઓઢવ GIDC વિસ્તારમાં રહે છે.મહેન્દ્રએ ઓઢવ વિસ્તારની એક જ દુકાનમાં બે વખત મોબાઈલ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. મહેન્દ્ર 17 લાખથી વધુ કિંમતના 51 જેટલા મોબાઈલની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...