ડબલ મર્ડર કેસ:અમદાવાદના સાબરમતીમાં બે સગા ભાઈની હત્યાના કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હત્યાના ગુનામાં ફરાર આરોપીની તસવીર (વચ્ચે) - Divya Bhaskar
હત્યાના ગુનામાં ફરાર આરોપીની તસવીર (વચ્ચે)
  • આરોપીને રાજસ્થાનના ધોલપુર ખાતેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પકડી લાવી
  • ધાંધાકીય હરીફાઈના કારણે ઝઘડામાં આરોપીએ ડબલ મર્ડર કર્યું હતું

વર્ષ 2009માં ધંધાની અદાવતમાં રામઅવતાર પ્રજાપતિ પોતાના ચાર સાળાઓ સાથે રિક્ષામાં બેસી અમદાવાદ એરપોર્ટથી પોતાના ઘરે જતા હતા. તે વખતે 132 ફુટ રીંગ રોડ પર પ્રબોધ રાવળ બ્રિજના છેડા ઉપર આવતા આરોપીઓએ ફાયરિંગ કરી ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો. આ હુમલામાં બે સાગા ભાઈ શ્રીકાંત પ્રજાપતિ અને મુકેશ પ્રજાપતિનું મોત થયું હતું. ત્યારે આ ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે.

હુમલા ખોરોએ રીક્ષા આંતરી ફાયરિંગ કર્યું હતું
2009માં એરપોર્ટ નજીક ચણા જોર ગરમના ધંધામાં ઝઘડો થયો હતો, 22 નવેમ્બર 2009ના રોજ 132 ફુટ રીંગ રોડ પર ફરિયાદી રામઅવતાર પ્રજાપતિ જઈ રહ્યા હતા, ત્યારે બે અલગ-અલગ રિક્ષામાં આવી હુમલાખોરોએ રામઅવતાર ગયાપ્રસાદ પ્રજાપતિની રિક્ષાને આંતરી તેના તથા તેના સાળાઓ ઉપર જીવલેણ હુમલો કરી પિસ્તોલથી ફાયરીંગ કર્યું હતું. તેમજ લોખાંડની પાઈપ, હોકી વગેરે હથિયારો વડે માર મારી ગંભીર ઈજાઓ કરી હુમલાખોર નાસી છૂટ્યા હતા. આ બનાવમાં ઈજા પામનાર પૈકી બે સગા ભાઈઓ શ્રીકાંત પ્રજાપતિ અને મુકેશ પ્રજાપતિનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ડબલ મર્ડર કેસમાં આરોપી રાજસ્થાનથી ઝડપાયો
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. ગુનામાં 15 આરોપીઓની સંડોવણી જણાઈ આવી હતી. જે પૈકી પાંચ આરોપીઓ પકડાઈ ગયા હતા. આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઘણા સમયથી પોલીસને ચકમો આપી ભાગતા ફરતા હતા. દરમિયાન ડબલ મર્ડરમાં સામેલ અને વોન્ટેડ આરોપી પૈકીનો એક આરોપી ગોકુલ સીંગ ઉર્ફે ગોકુલ કુસ્વાહ રાજસ્થાન ધોલપુર જીલ્લાના છકતુકાપુરા ગામ હોવાની બાતમી મળતા પોલીસે રાજસ્થાન ખાતેથી આરોપીને ઝડપી પડ્યો હતો.

આરોપી 4 વર્ષથી મહેસાણામાં ધંધો કરતો હતો
​​​​​​​
આરોપી ગુનાને અંજામ આપી અમદાવાદથી પોતાના વતન જતા રહ્યો હતો. જ્યાં થોડા વર્ષ છુટક મજુરી કરી 8 વર્ષ પછી મહેસાણા ખાતે રહેવા આવ્યો હતો. જ્યાં પણ તે 'ચણા જોર ગરમ' વેચવાનું કામ કરતો હતો. તેમજ મહેસાણાથી પોતાના ગામ અવરજવર કરતો હતો. આરોપીને સાબરમતી પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપવા આગળની તજવીજ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...