તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીને લોકોએ કોર્ટ પરિસરમાં માર્યો, 22 જુલાઈએ કેસનો ચુકાદો આવશે

અમદાવાદ2 મહિનો પહેલા
કોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં પોલીસ આરોપીને લઈને જઈ રહી હતી
  • 20 એપ્રિલ 2016ના રોજ ક્રાઈમ બ્રાંચમાં કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરાઈ હતી.

20 એપ્રિલ 2016ના રોજ ગાયકવાડ હવેલીમાં આવેલી જડબેસલાક સુરક્ષા વચ્ચે 20 એપ્રિલ 2016ની મોડી રાત્રે હવેલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મનીષ બલાઈ નામના આરોપીએ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં આજે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટમાં સાક્ષીઓ અને કેસને લગતાં દસ્તાવેજો રજુ કરવામાં આવ્યાં હતાં. કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

કોર્ટ પરિસરની બહાર લોકોએ આરોપીને માર માર્યો
સુનાવણી બાદ આરોપીને જ્યારે પોલીસ કોર્ટમાંથી બહાર લઈ જઈ રહી હતી. આ દરમિયાન કોર્ટની બહાર લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. પોલીસની સુરક્ષા હોવા છતાં આરોપીને લોકોએ કોર્ટ પરિસરની બહાર જ માર માર્યો હતો. પરંતુ પોલીસે આરોપીને સુરક્ષિત કર્યો હતો. આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો. કોર્ટ આ કેસનો ચુકાદો આગામી 22 જુલાઈએ આપી શકે છે.

પોલીસ જાપ્તામાં રહેલા આરોપીને લોકોએ કોર્ટ પરિસરમાં જ ફટકાર્યો
પોલીસ જાપ્તામાં રહેલા આરોપીને લોકોએ કોર્ટ પરિસરમાં જ ફટકાર્યો

આ અંગે મૃતક કોન્સ્ટેબલના ભાઈ મનીષ મકવાણાએ કહ્યું હતું કે, આજે ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કેસની તમામ સુનાવણી સિટી સિવિલ કોર્ટમાં પૂર્ણ થઈ છે. અમે આ કેસમાં કોર્ટ પાસે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી આશા રાખીએ છીએ.

શું હતો સમગ્ર મામલો?
20 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી ગુના બાબતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં મોડી રાત્રે અન્ય પોલીસ કર્મીઓ ઘરે ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વોચ રાખી રહ્યા હતા.

પીએસઆઇ કે.જી. ચૌધરીની ઓફિસમાં માત્ર ચંદ્રકાંતભાઇ અને આરોપી મનીષ હાજર હતા તે તકનો લાભ ઉઠાવી મનીષે ઓફિસમાં રહેલી પાઇપ ઉઠાવી ચંદ્રકાંતભાઇના માથામાં ફટકારી હતી. માથામાં ગંભીર ઇજાઓના કારણે ચન્દ્રકાંતભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી મનીષ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે પોલીસ કર્મીઓ જ્યારે કે.જી. ચૌધરીની ઓફિસમાં ગયા ત્યારે ચન્દ્રકાંતભાઇ જમીન પર ઢળેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...