તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ઇન્જકેશન કૌભાંડનો આરોપી વસ્ત્રાપુર પોલીસ સમક્ષ હાજર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડુપ્લિકેટ ઇન્જેકશન પ્રકરણમાં સંડોવાયેલા આરોપી સોહેલ આખરે વસ્ત્રાપુર પોલીસ મથકમાં હાજર થયો હતો. વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કોરોનાની સારવાર માટે વપરાતુ ટિસિલિઝુમેબ ઇન્જેકશન પ્રકરણમાં આરોપી આશિષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકર, નિલેશ લાલીવાલા અને સોહેલ તાઇ સામે ગુનો નોંધાયો હતો.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગને 3 દિવસ સુધી સ્ટેટમેન્ટ આપ્યા બાદ આરોપી સોહેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે એડવોકેટના જણાવ્યા મુજબ તે પોલીસ સમક્ષ હાજર થઈ જતાં આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવાઈ હતી.બોડી બિલ્ડિંગ માટે વપરાતા ઇન્જેકશન સોહેલ પાસે લીધા બાદ લેબલ ચેન્જ કરી દીધાં હતા અને તેને રૂ.1.35 લાખમાં દર્દીને પધરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...