અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:અમદાવાદના વેપારી પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 12.50 લાખ પડાવનાર આરોપી મુંબઈથી ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવનારા યુવકે બીજાને છેતરવાનું શરૂ કર્યું હતું
  • જમાલપુરમાં પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે એક શખસ ઝડપાયો

મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણ માટેની નવી મોડ્સ ઓપરેન્ડી વિકસાવી રોકાણકારોના રૂપિયે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આરોપીને સાયબર ક્રાઈમે પકડી પાડ્યો હતો. સાઇબર ક્રાઇમે આરોપીને મુંબઇના થાણેથી પકડી પાડ્યો હતો. આરોપી વિરુધ્ધમાં 12.50 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.

મહારાષ્ટ્રથી વેબસાઈટ ઓપરેટ કરી છેતરપિંડી આચરાઈ
અમદાવાદના એક વેપારી સાથે સિબા મેજીક કોઈનમાં રોકાણ કરવાના બહાને રૂ.12.50 લાખની ઠગાઈ થઈ હતી. જેથી વેપારીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સિબા મેજીકની વેબસાઈટ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સાયબર ક્રાઈમની ટીમે મુંબઈના થાણેથી વેબસાઇટ ચલાવનાર આરોપી મનોજકુમાર શાહને પકડી પાડ્યો છે. તેની પાસેથી બે ફોન, બે લેપટોપ અને એક એસઓપી બુક કબ્જે કરવામાં આવી છે.

આરોપીએ મલ્ટીલેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા
​​​​​​​
પોલીસની પુછપરછમાં આરોપી અગાઉ મલ્ટીલેવલ માર્કેટિંગમાં રોકાણ કરતો હતો. જેમાં તેના લાખો રૂપિયા ડુબ્યા બાદ પોતે જે રીતે ભોગ બન્યો તે રીતે લોકો છેતરવાનું શરૂ કર્યું હતું. ક્રિપ્ટો કરન્સી કોઈનમાં અલગ અલગ સ્ક્રીમના નામે પૈસા પડાવવા એપ્લિકેશન શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેબસાઈટ અને એપ્લિકેશન ડેવલોપ કરનારની સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

જમાલપુરમાં પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે શખસ પકડાયો
​​​​​​​
જમાલપુર ખાતે એક શખસ હથિયાર સાથે હોવાની માહિતીને આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી હૈદરઅલી ઉર્ફે બોક્સરને પોતાની પાસે દેશી બનાવટી પિસ્ટોલ અને જીવતા કારતુસ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતુ કે, હૈદરઅલી હથિયાર મધ્યપ્રદેશથી દોઢેક વર્ષ પહેલા અમદાવાદ ખાતે લાવ્યો હતો. શાકભાજીની ખરીદી કરવા માટે જમાલપુર શાકમાર્કેટમાં આવ્યો હતો, ત્યારે મધ્યપ્રદેશના યુવકની ઓળખાણ થતા તેની પાસેથી હથિયાર મંગાવ્યુ હતુ અને આ હથિયાર બીજા અજાણ્યા શખ્સને વેચવાનું હોવાનું જણાવ્યુ હતું.

આરોપી અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુન્હામાં પકડાઈ ચુક્યો છે સાથે જ અમદાવાદ અને આજુબાજુના જીલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વેજલપુર પોલીસે પણ આઝમ ઉર્ફે આદિલ યાકુબ ઘોઘારી(રહે જુહાપુરા) અને મોઇન ઉર્ફે કાણા ઇસ્માઇલ શેખ(રહે. જુહાપુરા) ને પકડી પાડ્યા છે. આરોપી પાસેથી દેશી પિસ્ટલ, 6 જીવતા કારતુસ સહિતની મત્તા મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...