તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Accused Of Cheating Foreign Nationals By Sitting In Prerna Agam Flat Near Seema Hall, Caught Taking 25 Per Cent Commission From Call Center Operators

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમની કાર્યવાહી:આનંદનગરમાં પ્રેરણા આગમ ફ્લેટમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, 1ની ધરપકડ; લોન અપાવવાના બહાને અમેરિકન નાગરિકો પાસેથી ડોલર પડાવાતા હતા

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર

લોન અપાવવાના બહાને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવતું વધુ એક કોલ સેન્ટર પકડાયું છે. સાઇબર ક્રાઈમની ટીમે આનંદનગર રોડ સીમા હોલ પાસેના પ્રેરણા આગમ ફ્લેટમાં દરોડો પાડી તિલક જોશી નામના શખ્સને ઝડપી 4 લેપટોપ, 8 ફોન, 6 ATM-ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

છેતરપિંડીની 25 ટકા રકમ લેતો હતો
અમદાવાદ સાયબર ક્રાઇમે તિલક સંજયભાઈ જોશી નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી સીમા હોલની સામે આવેલા હોલની સામે આવેલા પ્રેરણા આગમ ફ્લેટમાં બેસી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તિલક જોશી પોતે કોલ સેન્ટર ચલાવતો નથી, પરંતુ ગુજરાત અને તેની બહાર ચાલતા કોલ સેન્ટરોમાં ઓથોરાઈઝર તરીકે કામ કરતો હતો. છેતરપિંડીની 25 ટકા રકમ કમિશન તરીકે લેતો હતો. સાયબર ક્રાઈમે આરોપી પાસેથી 8 મોબાઇલ મોબાઇલ, 4 લેપટોપ અને 6 કાર્ડ સ્વાઈપ મશીન કબજે કર્યા છે. ઉપરાંત આરોપી પાસેથી અન્ય કોલ સેન્ટરના સંચાલકોને પણ માહિતી મળી છે.

કેવી રીતે કરતો હતો છેતરપિંડી?
પકડાયેલા આરોપી તિલકની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, દેશભરના કોલ સેન્ટરોમાં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવાની હોય તેમના ડેટા સંચાલકો તિલકને મોકલી આપતા હતા. ત્યારબાદ તિલક પોતે વિદેશી નાગરિક બની ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરી બેંક વેરિફિકેશન કરાવતો હતો. જે વેરીફિકેશન પૂર્ણ થયા બાદ ભોગ બનનારના રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હતા. તેવી જ રીતે તિલક સંખ્યાબંધ વિદેશી નાગરીકોના નામે ઓથોરાઇઝેશન કરાવી ના પાડતો હતો. જેણે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ કોલ સેન્ટર સંચાલકોની માહિતી સામે આવી છે. હાલ આ મામલે સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આરોપી તિલકની ધરપકડ કરી તપાસ કરતા તેના વોટ્સએપમાંથી વિદેશી નાગરિકોની માહિતી ઉપરાંત અલગ-અલગ ત્રણ સોફ્ટવેર મળી આવ્યા હતા. જેના આધારે તે અમેરિકન નંબર જનરેટ કરતો અને ફોન પર બેંકમાં વાતચીત કરી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આરોપીના બેંક એકાઉન્ટમાંથી પોલીસને શંકાસ્પદ ઘણા નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે. જેને લઇ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા બાદ તપાસ શરૂ કરી છે. ઉપરાંત જે કોલ સેન્ટરના ડેટા મળી આવ્યા છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

રાજ્ય બહાર ચાલતા કોલ સેન્ટરો તિલક પાસે પ્રોસેસ કરાવતા હતા
વિદેશી નાગિરક બેંકમાં લોન માટે પ્રોસિઝર કરે ત્યારે બેંક તેનું વેરિફિકેશન કરતી હોય છે. તિલક ગ્રાહકોની તમામ વિગતો મેળવી લઈ તેમના નામે લોન માટે પ્રોસિઝર કરતો હતો. આટલું જ નહીં વેરિફિકેશનમાં પણ પોતાની પાસે રહેલા અમેરિકનોના નંબર લખાવતો હતો, જેથી બેંક દ્વારા વેરિફિકેશન માટે ફોન આવે ત્યારે તેમની સાથે તિલક જ વાત કરતો હતો.

અમેરિકનોના નંબરથી જ બેંક અધિકારી સાથે વાત કરતો હતો
તિલક USના નાગરિકોનું નામ-સરનામું-જન્મ તારીખ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિતની લોન વેરિફિકેશનની માહિતી મેળવ્યા બાદ જુદી જુદી એપ્લિકેશનથી અમેરિકનોના નંબર પરથી બેંકના અધિકારી સાથે વાત કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો