ઘટસ્ફોટ:વસ્ત્રાલમાં વાહનની ટક્કર મારી હત્યા કરનારો આરોપી ઝડપાયો, પત્નીએ પ્રેમી સાથે મળીને 10 લાખમાં પતિની સોપારી આપી હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાલમાં રાહદારીને વાહનની ટક્કર મારી હત્યા કરવાની સોપારી લેનાર આરોપી મોહંમદયાસીન ઉર્ફે કાણિયાને ક્રાઈમ બ્રાંચની ટીમે ગોમતીપુરમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને રૂ. 10 લાખની લાલચ આપીને મૃતક શૈલેષભાઈને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવીને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

વસ્ત્રાલમાં હિટ એન્ડ રનમાં શૈલેષભાઈ પ્રજાપતિ (ઉ.43)નું મોત નીપજ્યંુ હતંુ. જે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે મૃતક શૈલેષ પ્રજાપતિની પત્ની શારદા ઉર્ફે સ્વાતિએ પ્રેમી નીતિન પ્રજાપતિ સાથે મળીને રૂપિયા 10 લાખની સોપારી આપીને પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. બાદમાં સોપારી લેનાર મોહંમદયાસીન ઉર્ફે કાણિયો ફરાર હોવાનું સામે આવતા તેને પકડવા પોલીસે વોચ ગોઠવીને ગોમતીપુરમાંથી ઝડપી પાડ્યો હતો.

આરોપીએ જણાવ્યંુ હતું કે, તે જેને તે પ્રેમ કરે છે તે પ્રેમિકાનો પતિ કાંટા રૂપ છે જેથી તેને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવાનો છે તેમ કહીને પૈસાની લાલચ આપી હતી. જેથી પૈસાની લાલચમાં આવીને મહિન્દ્રા પિક-વાન લઈને મોંહમદ યાસીને તેના મિત્ર રાહિલ અને અકરમ ઘાંચીની મદદથી શૈલેષભાઈને અકસ્માત કરી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...