હનીટ્રેપ કેસ:આરોપી ગીતા પઠાણ ડિસ્ચાર્જ પછી સીધા જેલમાં મોકલાશે, 36 કલાક બાદ સિવિલમાંથી આજે ડિસ્ચાર્જ કરાય તેવી શક્યતા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરપકડ કર્યાના 24 કલાકમાં ક્રાઈમ બ્રાંચ કોર્ટમાં રજૂ ન કરી શકી, પૂછપરછથી બચવા ગીતાએ સેનિટાઇઝર પી લીધું હતું

હની ટ્રેપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તત્કાલીન મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણની ગુરુવારે બપોરે રાજકોટથી ધરપકડ કરી હતી. જો કે ક્રાઈમ બ્રાંચની ઊલટ તપાસ અને કાર્યવાહીથી બચવા ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચની કચેરીમાં જ સેનિટાઇઝર પી લીધું હતું, જેથી તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા છે. જો કે 36 કલાક પછી પણ ગીતા પઠાણને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા નથી. જ્યારે બીજી બાજુ ગીતા પઠાણની સત્તાવાર ધરપકડ કર્યાના 24 કલાક થયા પછી પણ ક્રાઈમ બ્રાંચ તેમને કોર્ટમાં રજૂ કરી શકી નથી. જેથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા ગીતા પઠાણને સીધા જ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલાશે.

ગીતા પઠાણ હાલમાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ હતા. ગીતા પઠાણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસમાં ક્રાઈમ બ્રાંચની ટીમ ગુરુવારે બપોરે ગીતા પઠાણને રાજકોટથી પકડી લાવી હતી. ગીતા પઠાણની ધરપકડના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાંચ તેમને કોર્ટમાં રજૂ કરી શકી ન હતી. જેથી હવે ગીતા પઠાણને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ સીધા જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલાશે. જેથી ક્રાઈમ બ્રાંચ ગીતા પઠાણના રિમાન્ડ માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે અને જો રિમાન્ડ મળશે તો ગીતા પઠાણને ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવશે.

ઇદની રજાને લીધે ડિસ્ચાર્જ ન થયાં
ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં ગીતા પઠાણે સેનેટાઈઝ પી લીધું હોવાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચની ગંભીર બેદરકારી બહાર આવી છે. એટલું જ નહીં ગુરુવારે બપોરે 1 વાગ્યાથી સિવિલમાં સારવાર લેતા ગીતા પઠાણને શુક્રવારે ઈદની રજા હોવાથી હવે શનિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.

અન્ય સમાચારો પણ છે...