હેકરની ધરપકડ:ગુજરાત ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ હેક કરી ખોટા સર્ટિફિકેટોના આધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા આરોપીઓ ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઈમે આરોપીઓને ઝડપી પાડ્યાં - Divya Bhaskar
સાયબર ક્રાઈમે આરોપીઓને ઝડપી પાડ્યાં
  • 108 જેટલી યુનિવર્સિટીઓને હેક કરવા માટેના પેનલ સોફ્ટવેર મળ્યાં

ડિજિટલ બની રહેલી દુનિયામાં જોખમનું પ્રમાણ વધી રહ્યું છે. ઠગાઈના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ હેક કરીને ખોટી માર્કશિટો અને ડિગ્રી સર્ટિફિકેટોને આધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી આપનાર આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યાં છે.

વેબસાઈટ પર બનાવટી ડેટા અપલોડ કરી ચેડાં કર્યાં
આરોપીઓ પાસેથી 108 યુનિવર્સિટીઓની વેબસાઈટ હેક કરવા માટેના પેનલ સોફ્ટવેર મળી આવ્યાં છે.જુદી જુદી યુનિવર્સિટીના 5854 વિદ્યાર્થીઓનું ઓનલાઈન ખોટું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હાલમાં આ બાબતની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટનું રજિસ્ટ્રેશનનું બનાવટી સર્ટીફિકેટ બનાવી તેમજ આર કે યુનિવર્સિટી ના બેચલર ઓફ ફાર્મસીના બનાવટી માર્કશિટ તથા ડિગ્રી સર્ટીફિકેટ બનાવી ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ પર બનાવટી ડેટા અપલોડ કરીને ચેડાં કર્યાં હતાં.

બંગાળના આંતરિયાળ વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા
બંગાળના આંતરિયાળ વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા

આરોપીઓ બંગાળના આંતરિયાળ વિસ્તારમાંથી પકડાયા
આ ઘટનામાં અગાઉ પકડાયેલ આરોપી મ્રિગાંક ચતુર્વેદીની પુછપરછ દરમિયાન ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની સાઈટ હેક કરીને ખોટા સર્ટીફિકેટો બનાવીને ખોટા રજિસ્ટ્રેશન માટે જે પેનલ બનાવવામાં આવી હતી તેને પુરી પાડવાનું કામ બંગાળના અતનુ પાત્રા, સુધાંકર ઘોષ દ્વારા કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. જેની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતાં આરોપીઓને પકડી લેવા માટે પોલીસને હૂકમ કરવામાં આવ્યો હતો. પોલીસે આ આરોપીઓને પકડી લેવા માટે તપાસ તેજ કરતાં તેઓ બંગાળના આંતરિયાળ વિસ્તારમાંથી પકડાઈ ગયાં હતાં.

82 ડિગ્રી સર્ટીફિકેટ કાઢવામાં આવતા હતાં
આરોપીઓની પુછપરછ કરતાં બંને આરોપીઓ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ પર જે વ્યક્તિઓ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટીફિકેટો, માર્કશિટો, ડિગ્રી સર્ટીફિકેટો કઢાવવા માટે આપતાં હતાં એ વ્યક્તિઓના ઓરિજિનલ વેબસાઈટ પર પેનલ સોફ્ટવેરની મદદથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સર્ટીફિકેટ કાઢી આપતાં હતાં. બંને આરોપીઓના લેપટોપમાંથી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના વેબસાઈટ સિવાયના અન્ય 108 જેટલી યુનિવર્સિટીઓને હેક કરવા માટેના પેનલ સોફ્ટવેર મળી આવ્યાં છે. જેમાં કુલ 82 ડિગ્રી સર્ટીફિકેટ કાઢવામાં આવતા હતાં.

સર્ટિફિકેટ વેરિફિકેશન યુનિ.માં મોકલતા
આરોપીઓ જે પણ યુનિર્વસીટીની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફેકટ બનાવતા હતા. તે સૌથી પહેલા તે યુનિર્વસિટીની ઓફિસમાં મેલ કરીને મોકલતા હતા, જ્યાં તેમના સાગરીતો મઈેલ ઓપન કરીને માર્કશીટ - ડિગ્રી સર્ટિફેકેટ જોઈ લેતા હતા.

પોસ્ટમાંથી વેરિફિકેશન ખોટો લેટર મોકલતા
​​​​​​​ટોળકીના જ સાગરીતો પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સાથે સાઠગાંઠ કરીને સર્ટિફિકેટનું વેરિફિકેશન થઇ ગયું હોવાનો નકલી લેટર તૈયાર કરીને જે - તે યુનિર્વસિટીને મોકલી આપતા હતા. જેથી આ નકલી ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશન માટે યુનિર્વસિટી સુધી પહોંચતી જ નહોતી.