તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:અમદાવાદના મેઘાણીનગરમાં બાપાલાલની ચાલી પાસે યુવકને અદાવતમાં છરીના ઘા ઝીંકાયા, આરોપી ફરાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુવકે બુમાબુમ કરતા આરોપી ભાગી છૂટ્યો

મેઘાણીનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી એક વ્યકિતએ યુવક પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે બૂમાબૂમ થતા આરોપી ત્યાંથી નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ હુમલાખોર સામે ફરિયાદ નોંધાવતા મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મેઘાણનગર વિસ્તારમાં ચમનપુરા નજીક આવેલ ચામુંડા બ્રિજ પાસે 21 વર્ષીય મહેશ રાજુભાઇ પટણી પરિવાર સાથે રહે છે. સોમવારે રાત્રે 8.30 વાગ્યાના આસપાસ મહેશ બાપાલાલની ચાલી પાસેથી પસાર થતો હતો. ત્યારે ગુડડુ નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. અગાઉ મહેશ સાથે તેને ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં તેની ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ગુડડુએ મહેશને છરી મારીને ત્યાંથી નાસી ગયો હતો.

બનાવ અંગે મહેશના ભાઈને મિત્ર કૃણાલે જાણ કરી હતી. ઇજાગ્રસ્ત મહેશને લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈએ છરી મારનાર ગુડડુ વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...