તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોનાના કારણે વકીલોની આવક પર અસર થતાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન વ્હારે, રૂ. 10 હજારની પ્રત્યેકને સહાય

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના કાર્યક્રમની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના કાર્યક્રમની ફાઈલ તસવીર
  • 200 લોકોએ 1100થી 2 લાખ સુધી એસોસિએશનને ફાળો આપ્યો છે
  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં 2 હજાર જેટલા રજીસ્ટર્ડ એડવોકેટ્સ
  • એડવોકેટને હોમ લોન, બાળકોની ફી અને જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા તકલીફ પડી હતી

કોરોનાના કારણે ઘણા લોકોના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. લોકડાઉનના કારણે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેમાં કેટલાક ક્ષેત્રના લોકોને હજી પણ કોઈ આવકનો સ્ત્રોત શરૂ થયો નથી. ગુજરાત હાઇકોર્ટમાં અત્યાર સુધી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થઈ નથી. નાના સ્તરે કાર્યરત એવા એડવોકેટ્સને આવકનો કોઈ સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો નથી. તેમની સ્થિતિ દિવસેને દિવસે કથળતી રહી છે. આવા સમયે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તેમની વ્હારે આવ્યું છે. એસોસિએશન દ્વારા જે એડવોકેટ્સને ઓછી આવક થઇ હોય તેમને એડવોકેટ્સ વેલ્ફેર ફંડમાંથી પ્રત્યેકને 10,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં અપ્રત્યક્ષ સુનાવણીને કારણે આવક પર અસર
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે DivyaBhaskarજણાવ્યું હતું કે, એસોસિએશનના 200 જેટલા લોકોએ રૂપિયા અગિયારસોથી બે લાખ સુધી ફંડ માટે પોતાનો ફાળો આપ્યો હતો. જેથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ વેલ્ફેર ફંડમાં 31થી 32લાખ રૂપિયા ભેગા થયા હતા. જોકે કેટલાક એડવોકેટને હોમ લોન, તેમના બાળકોની ફી અને જીવન જરૂરિયાતની વસ્તુ માટે પણ તકલીફ પડે છે. એટલે આ ફંડમાંથી આવા એડવોકેટ્સ કે જેમને વર્ષમાં 5થી ઓછી મેટર મળી હોય તેમને મદદ કારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોરોનાને કારણે ગુજરાત હાઇકોર્ટમાં આજ દિન સુધી અપ્રત્યક્ષ સુનાવણી ચાલી રહી છે. જેથી મોટાભાગના એડવોકેટ્સની આવક ઉપર અસર થઈ છે. સાથે લોકોએ પણ તેમની આજુબાજુ રહેતા આવા જરૂરિયાતમંદ લોકોને બને તેટલી મદદ કરે તેવી હું અપીલ કરું છું.

વકીલો માટે વેલ્ફેર ફંડ એકત્ર કરી સહાય આપતું ભારતનું પ્રથમ એસોસિએશન
વધુમાં હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા ઉભું કરાયેલું ફંડ ઇન્કમટેક્સની કલમ 80G મુજબ સર્ટિફાઇડ અને ટેક્સમુક્ત છે. જેમાંથી અત્યાર સુધી 175 જેટલા વકીલોને સહાય કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં 2 હજાર જેટલા રજીસ્ટર્ડ એડવોકેટ્સ છે. તમામના સહકારથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ વેલ્ફેર ફંડ ઉભું કરી આવી રીતે સહાય કરનારું ભારતનું પ્રથમ એસોશિયેશન બન્યું છે.

સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે લોકોને આસપાસ જરૂરિયાતમંદને મદદ કરવા આહવાન કર્યું
સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે લોકોને આસપાસ જરૂરિયાતમંદને મદદ કરવા આહવાન કર્યું