તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • According To Corona's Kaher Osarya In The State, Less Than 14,000 Cases Were Reported In The State And More Than 10,000 Patients Were Cured.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજ્યમાં કોરોનાના કહેર ઓસર્યાના અણસાર, રાજ્યમાં 14 હજારથી ઓછા કેસ નોંધાયા અને 10 હજારથી વધારે દર્દી સાજા થયા

11 દિવસ પહેલા

નમસ્કાર!
ગુજરાતના સ્થાપના દિનની સાથે જ રાજ્યમાં સારા સમાચાર એ છે કે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ છે. સતત એક અઠવાડિયા સુધી 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા તેમાં ઘટાડો થયો છે અને 13,847 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે સુરતના પલસાણામાં શનિ-રવિ સંપૂર્ણ અને અન્ય દિવસોમાં આંશિક લોકડાઉન રહેશે તેમ નિર્ણય લેવાયો છે ત્યારે આજે પલસાણા સંપૂર્ણ બંધ રહેશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ--
ડોલર74-

સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ

--

આ 2 ઘટના પર રહેશે નજર

1) રાજ્યમાં 10 જિલ્લામાં 18થી 44 વર્ષથી ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે 2) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગમાં મોતનો આંકડો 18એ પહોંચ્યો, 16 દર્દી અને 2 સ્ટાફ કર્મી જીવતા ભૂંજાયા

ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 16 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં હાથ ધરાયું હતું ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતના ઓલપાડના ફાર્મ હાઉસમાં ગ્લૂકોઝ અને પાણીથી બનતા રેમડિસિવિરનો પર્દાફાશ, પાંચ હજાર ઈન્જેક્શન વેચાયાનો ખુલાસો
સુરતના ઓલપાડમાં આવેલા પિંજરત ગામના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ ઈન્જેક્શન બનાવાતા હતા. જેમાંથી પાંચ હજાર ઈન્જેક્શન વેચી મરાયા હોવાનો ખુલાસો થયો છે. સાથે જ 60 હજાર જેટલા ડુપ્લિકેટ ઈન્જેક્શનનો સ્ટોક સાથે સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પકડાયેલામાં મહારાષ્ટ્ર અને બિહારના લોકો હોવાનું સામે આવ્યું છે. મોરબી પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ આ બનાવની તપાસ કરી હતી. મોરબીથી શરુ થયેલા ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા છે. ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી ભરવામાં આવ્યું હતું. એક સાથે 60 હજાર ઇન્જેક્શન પકડાયા હતા. એકસાથે 5000 જેટલા ઇન્જેકશનો માર્કેટમાં આવ્યા છે. હાલ આ તમામ ઘટના અંગે અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતના સ્થાપના દિવસે જ એક સપ્તાહ બાદ કોરોનાના 14 હજારથી ઓછા 13847 નવા કેસ અને 172ના મોત
કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતમાં રાજ્યના સ્થાપના દિવસે જ રાહતના સમાચાર આવ્યા છે અને નવા કેસનો આંકડો 14 હજારની નીચે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,847 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 10,582 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 172 દર્દીનાં મોત થયાં છે અને 30 એપ્રિલ કરતાં મોતના આંકડામાં એકનો ઘટાડો થયો છે. સતત આઠ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે અને આજે રિક્વરી રેટ 73.78 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં 3 દાયકાથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફની યોગ્ય કારણ વગર ભરતી ન કરાતી હોવાને લઈને હાઈકોર્ટમાં PIL
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં આરોગ્યને લઇ ચાલતી મહામારીને લઇ વધુ એક અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર છેલ્લા 30 વર્ષોથી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ 2007 મુજબ કોઈ પણ યોગ્ય કારણ વિના ભરતી ન કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વિષયોને અરજીમાં સામેલ કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતમાં ખાનગી હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકી દીધો, પુત્રને ગુમાવનાર પિતાએ કહ્યું-બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું
સુરતના પાંડેસરામાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકી દેતા ભારે હોબાળો થયો હતો. વહેલી સવારે બનેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વાતાવરણ થાળે પાડી બન્ને પક્ષકારોને સાંભળ્યા હતા. મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું છે. જોકે હાલ પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કોંગ્રેસના મહિલા પ્રમુખે કહ્યું - રાજકોટમાં સિવિલમાં 100 જેટલા વેન્ટિલેટર ધૂળ ખાય છે, સુપ્રિટેન્ડન્ટનો ખુલાસો - ધમણ 3 અત્યારે ઉપયોગમાં લેવાય છે
રાજકોટમાં કોરોનાના સંક્ર્મણને પગલે દર્દીઓમાં ઓક્સિજન અને વૅન્ટિલેટરની જરૂરિયાત છે. ત્યારે આ મેડિકલ સંસાધનોની પણ અછત વર્તાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે વેન્ટિલેટર મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેની તપાસ કરવા માટે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા સિવિલમાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને આક્ષેપ કરતા કહ્યું હતું કે,સિવિલમાં 100 જેટલા વેન્ટિલેટર ધૂળ ખાય છે. આ મુદ્દે સિવિલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કરતા જણાવ્યું હતું કે,ધમણ 3 અત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો