તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
20 કરતાં વધારે કિમીની ખારીકટ કેનાલ હવે સલામતીને લઈને પણ મોટું જોખમ બની છે. નરોડાથી લઈને વટવા સુધીની કેનાલના રૂટ પર બંને તરફ રેલિંગ ન હોવાથી આસપાસના 500 કરતાં વધારે ફ્લેટ અને સોસાયટીઓના 50 હજાર કરતાં વધારે રહીશો પૈકી રાતના સમયે કોઈકને કોઈક કેનાલની અંદર ખાબકતાં અકસ્માત સર્જાય છે. જોકે, અંદર એટલું પાણી ન હોવાથી નાની મોટી ઈજા થાય છે પણ નાના બાળકોની સલામતીને લઈને ક્યારેક ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. આ કેનાલ નરોડાથી લઈને કૃષ્ણનગર, બાપુનગર, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યારે અડધા રૂટ પર રેલિંગ તૂટી ગઈ છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી.
ચોમાસામાં પાણી બે કાંઠે વહેતા વધુ ભય લાગે છે
અમે ઓઢવ થઈ પસાર થઈએ ત્યારે ખારીકટ કેનાલને લઈને અકસ્માતનો ભય રહે છે. સોસાયટીમાં બહાર નીકળીએ ત્યારે પાસે જ કેનાલ પસાર થતી હોય અને રેલિંગ જ ન હોય તેવી સ્થિતિમાં આપણું વાહન અંદર જતું રહેશે તો તેવો ભય સતાવે છે બીજી તરફ ચોમાસામાં કેનાલમાં ક્યારેક ભરપૂર પાણી ભરાતાં બે કાંઠે વહેવાં લાગે છે અને નાના બાળકોને ઘરની બહાર પણ કઢાતા નથી. કેનાલની તરફ રેલિંગ કે વોલ લગાવી જ જોઈએ. -મહેન્દ્ર સાંખરેલિયા, સ્થાનિક
વાહન ટર્ન લેતા ક્યારેક સીધુ કેનાલમાં પટકાઇ છે
ખારીકટ કેનાલ પ્રદૂષણની કેનાલ તો છે જ તેની સાથે-સાથે આસપાસના એવા રહીશો કે જેઓ ફ્લેટ કે બંગ્લોઝમાં રહે છે તેઓ કેનાલ પાસે રહેતાં હોવાથી રાતના સમયે ત્યાંથી પસાર થાય કે પોતાનું વાહન ટર્ન કરે ત્યારે ક્યારેક વાહન સીધુ જ કેનાલમાં પટકાઈ જાય છે જેથી વાહનચાલકને નાની મોટી ઈજા થાય છે. જો તંત્ર ખારીકટ કેનાલના 20 કિમી કરતાં વધારે રૂટ પર તમામ જગ્યાએ રેલિંગ લગાવી દે તો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. -ભરત પટેલ, સ્થાનિક
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.