તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ!:અમદાવાદમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઇડના આડેધડ ઉપયોગથી મ્યુકોમાઈક્રોસિસ વકર્યો, બે મહિનામાં દાંત-જડબાંની 60 સર્જરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રેમડેસિવિરની અછત સર્જાતાં સ્ટિરોઇડના વધુ પડતા ઉપયોગથી સમસ્યા સર્જાઈ

રેમડેસિવીર, ટોસીલીઝુમેબની અછતને લીધે સ્ટીરોઇડના આડેધડ ઉપયોગની આડઅસરને લીધે અમદાવાદ સહિત રાજ્યમાં મ્યુકોમાઈક્રોસિસ વકર્યો છે. જેમાં દર્દીના આંખ, નાક અને મગજ ઉપરાંત દાંત પર ગંભીર અસરો થાય છે. છેલ્લાં બે મહિનામાં સિવિલ ડેન્ટલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં 60 દર્દીના દાંત-જડબા કાઢવાની સર્જરી કરાઇ છે, તેમજ દાંત-જડબા કાઢવાની જરૂર હોય તેવા રોજના 8થી 10 દર્દી આવે છે. જે લોકો કોરોનાગ્રસ્ત હોય અને ડાયાબીટિસ હોય તેમજ સ્ટીરોઇડ ચાલુ હોય તેમને મ્યુકોમાઈક્રોસિસના લક્ષણો માટે ખાસ જાગૃત રહેવાની સલાહ ડોક્ટર આપી રહ્યાં છે.

ફફાઇલ તસવીર
ફફાઇલ તસવીર

બીજા વેવમાં ઘાતક અસર જોવા મળી
સિનિયર ડેન્ટલ ઇમ્પલાન્ટ સર્જન ડો. બ્રિજેશ પટેલ જણાવે છે કે, કોરોનાના પ્રથમ કરતાં બીજા વેવમાં મ્યુકોમાઈક્રોસિસની ઘાતક અસરો જોવા મળી છે. જેમાં સ્ટીરોઇડનો આડેધડ ઉપયોગ કરવાથી મ્યુકોમાઈક્રોસિસ વકર્યો છે. જેથી હોસ્પિટલમાં દાખલ અને રિકવર થયા બાદ દર્દીમાં મ્યુકોમાઈક્રોસિસના લક્ષણો દેખાય છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ફંગસને હાડકાંમાં ફેલાતા 15 દિવસ લાગતા હોવાથી બાયોપ્સી ઉપયોગી
સૌ પ્રથમ અર્લી સ્ટેજમાં ક્લિનિકલ તપાસ અને મધ્યમ કે એડવાન્સ સ્ટેજમાં હોય તો બાયોપ્સી, કેઓએચ માઉન્ટ અને કેલકોફ્લર સ્ટેઇનરથી તપાસ થાય છે. અર્લી સ્ટેજમાં ડોકટરનુ ક્લિનિકલ જજમેન્ટ ખૂબ મહત્ત્વનુ છે. કારણ કે ઘણીવાર ફંગસને હાડકામાં ફેલાતા 10-15 દિવસનો ટાઈમ લાગતો હોવાથી સીટી સ્કેનમાં બહુ ફેરફાર દેખાતા ન હોવાથી બાયોપ્સી ઉપયોગી થાય છે.

સ્ટિરોઇડની પેન્ક્રિયાસ પર આડઅસર
સ્ટિરોઇડની પેન્ક્રિયાસ પર ગંભીર આડઅસર થતાં ઇન્સુલિન બનવાની ગતિ ધીમી પડે છે, જેથી ફંગસને શરીરમાં ફેલાવાનું સાનુકુળ વાતાવરણ મળે છે. ફંગસ ધીમે ધીમે વધીને નાક, આંખ, તાળવા, દાંત-જડબા અને મગજ સુધી પહોંચે છે અને દર્દીએ આખરે સર્જરી કરાવી પડે છે.

સિવિલમાં રોજના 8થી 10 નવા દર્દી આવે છે
સિવિલની ડેન્ટલ હોસ્પિટલના ડીન અને અધિક નિયામક ડૉ.ગિરિશ પરમાર તેમજ ડેન્ટલ સર્જન ડૉ. ઉત્સવ ભટ્ટના જણાવ્યા અનુસાર, સિવિલમાં મ્યુકોમાઈક્રોસિસને લીધે બે મહિનામાં દાંત-જડબા કાઢવાની 60 સર્જરી થઈ છે, તેમજ રોજના 8થી 10 નવા દર્દી આવે છે.