હિટ એન્ડ રનનો ઘટનાક્રમ:શિવરંજની પાસે અકસ્માતથી લઈને પોલીસ સમક્ષ હાજર થવા સુધી, પર્વ શાહ કેસમાં ગઈકાલે રાત્રે 11.30થી આજે 5.45 સુધીમાં શું-શું બન્યું?

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
અકસ્માત સ્થળ (ડાબે) અને પર્વ શા� - Divya Bhaskar
અકસ્માત સ્થળ (ડાબે) અને પર્વ શા�
 • પર્વ રાત્રે 11.30થી 11.50 વચ્ચે પોતાના મિત્રો સાથે સિંધુભવનથી નીકળ્યો હતો
 • અકસ્માત સર્જી ભાગી જનાર પર્વ શાહ આજે સાંજે પોલીસ સમક્ષ હાજર થયો

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે 12:30 વાગે સર્જાયેલી હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જે i20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારને ચલાવનાર તેના માલિક શૈલેષ શાહ નહીં પણ તેમનો 22 વર્ષીય પુત્ર પર્વ શાહ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પર્વ શાહ સિંધુભવન રોડથી ક્યારે નીકળ્યો અને અકસ્માત બાદ પોલીસ સમક્ષ તેના હાજર થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ હવે સામે આવ્યો છે.

પર્વ શાહના સિંધુભવનથી નીકળવાથી લઈને પોલીસ સમક્ષ હાજર થવા સુધીનો ઘટનાક્રમ

 • પર્વ રાત્રે 11.30થી 11.50 વચ્ચે પોતાના મિત્રો સાથે સિંધુભવનથી નીકળ્યો.
 • રાત્રે 12.15 વાગ્યે અજાણી વેન્ટો કાર પાછળ હતી
 • 12.30 કલાક અકસ્માતનો સમય
 • 12.40 કલાકે પોલીસ સ્થળ પર પહોંચી
 • રાત્રે 1 વાગ્યે ઈજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડાયા
 • વહેલી સવારે 3 વાગ્યે સોલા સિવિલથી અસારવા સિવિલ ખસેડાયા
 • સવારે 6 વાગ્યે અસારવા સિવિલથી ઘાયલ પરિવાર પોતાના વતન દાહોદ જવા નીકળ્યો
 • બપોરે 2 વાગ્યે પોલીસે ગાડીના નંબર આધારે એડ્રેસ નીકાળ્યું
 • સાંજે 4.40 કલાકે કાર ચાલક પર્વ સામે પોલીસ સમક્ષ હાજર થયો
 • સાંજે 5.20 કલાકે પોલીસે કાગળની કાર્યવાહી કરી
 • સાંજે 5.30 કલાકે નિવેદન નોંધવાનું શરૂં કર્યું
 • સાંજે 5.45 કલાકે ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા
પર્વ શાહની તસવીર (વાદળી શર્ટ અને જીન્સમાં)
પર્વ શાહની તસવીર (વાદળી શર્ટ અને જીન્સમાં)

વેન્ટોમાં પોલીસ પીછો કરતા હોવાનું લાગતા કાર દોડાવીઃ પર્વ
પોલીસમાં હાજર થયા બાદ પર્વ શાહે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તે મિત્રો સાથે થલતેજ ગુરુદ્વારા ચાર રસ્તા પાસે બેઠા હતા અને પછી વરસાદ પડતાં થોડા રોકાઈને મીઠાખળી સિદ્ધગિરિ ફ્લેટ સ્થિત તેમના ઘરે રવાના થયા હતા. સિંધુભવન રોડ પાસેથી વળ્યા ત્યારે તેમને લાગ્યું કે વેન્ટો કારમાં પોલીસવાળા તેમનો પીછો કરી રહ્યા છે એટલે તેમણે ગાડી ફાસ્ટ દોડાવી હતી. આવામાં શિવરંજની પછી તેમની કારને વેન્ટોવાળાએ દબાવતા તેમણે બ્રેક મારી પણ નિયંત્રણ ન રહ્યું અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. જો કે, રાત્રે અકસ્માત થયા બાદ તેઓ તુરત પોલીસ સમક્ષ હાજર કેમ ન થયા તે પ્રશ્નનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.

કારમાં પર્વ સાથે બે ભાઈ રિષભ-દિવ્ય અને મિત્ર પાર્થ હતા
પર્વએ એમ પણ જણાવ્યું હતું કે, અકસ્માતના સમયે કારમાં તેની સાથે તેના બે ભાઈ રિષભ શાહ (રહે. સિદ્ધગિરિ ફ્લેટ, પાલડી) અને દિવ્ય શાહ (સોહમ ફ્લેટ્સ, મીઠાખળી) ઉપરાંત પાલડી વાસૂપૂજ્ય ફ્લેટમાં રહેતો મિત્ર પાર્થ શાહ હાજર હતા. અકસ્માત બાદ તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હોવાનો પર્વએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે.

પોલીસે કારની નંબર પ્લેટના આધારે એડ્રેસ નીકાળ્યું
પોલીસે કારની નંબર પ્લેટના આધારે એડ્રેસ નીકાળ્યું

અમે બધા ગભરાઈ ગયા હતા એટલે રાત્રે પર્વ હાજર ન થયોઃ પિતા શૈલેષ
પર્વની સાથે એન-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને આવેલા તેના પિતા શૈલેષ શાહે DivyaBhaskar સમક્ષ કબૂલ્યું હતું કે રાત્રે પર્વે અકસ્માતની ઘટના વિશે અમને બધું કહી દીધું હતું. તે સમયે અમે બધા ખૂબ ગભરાઈ ગયા હતા અને માટે જ સવાર પડતાં વડીલોને સલાહ લઈને આગળ શું કરવું એ નક્કી કર્યું હતું. જે લોકો ગુજરી ગયા છે તેમના માટે અમને ખૂબ અફસોસ છે અને હવે આગળ જોઈએ શું થાય છે.

​​​​​​​પર્વ શાહ પિતા સાથે કુર્તીનો બિઝને કરે છે
21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તીનો બિઝનેસ છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. પર્વ તેના પિતા સાથેના ધંધામાં જ છે.

શિવરંજની ચાર રસ્તા પાસે અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાયો
શિવરંજની ચાર રસ્તા પાસે અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાયો

પર્વના નિવેદનના આધારે આગળની કાર્યવાહીઃ એસીપી​​​​​​​
આ અંગે ACP બી.બી. ભગોરાએ જણાવ્યું કે, બનાવની જાણ થતા તપાસ ચાલુ કરી હતી. આરોપી પર્વ શાહની અટકાયત કરી છે. નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે.​​​​​​​

કાર શૈલેષ શાહ નામે રજિસ્ટર
અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસનું નિવેદન આપતા જણાવ્યું કે, કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. કાર શૈલેષ શાહ નામે રજિસ્ટર છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર સંતુબેન
અકસ્માતમાં મૃત્યુ પામનાર સંતુબેન

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો

* બાબુભાઇ

* જેતન (બાળક)

* સુરેખા (બાળક)

* વિક્રમ (બાળક)