અમદાવાદ પૂર્વ રિવરફ્રન્ટ પાસે આજે બપોરે બે કાર અકસ્માત થયો હોવાની વિગત સામે આવી છે. ગાંધીબ્રિજ નજીક રિવરફ્રન્ટ પાસે એક કારની સામે અચાનક સાયકલ ચાલક આવી ગયો હતો, જેના કારને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી, જેથી કાર ફંટાય જતા અન્ય કાર સાથે ભટકાઈ અને પલટી ખાઈ ગઈ હતી. કારને બ્રેક મારવાના કારણે સ્પીડ ઓછી થઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલકને સામાન્ય ઇજા થઇ છે. આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળે પહોંચી ગઈ છે. આ અંગે હાલ પોલીસ કાર ચાલકની સારવાર કરાવીને ખરેખર કયા સંજોગોમાં અકસ્માત થયો તે જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
રિવરફ્રન્ટ પૂર્વમાં સાયકલ ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયાની વિગત સામે આવી રહી છે. સાયકલ ચાલકને બચાવવા જતા કારે બ્રેક મારતા એક કાર પલટી મારી ગઈ હતી. બે કાર ભટકતા એક કારને નુકશાન થયું છે. કારમાં સવાર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગત પોલીસ પાસેથી જાણવા મળી રહી છે. આ બનાવની જાણ થયા બાદ હવે સમગ્ર મમાલની તપાસ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.