એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત:બગોદરાથી ધંધુકા જવાના માર્ગ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથોસાથ અનેક અકસ્માતોના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં આજરોજ સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બગોદરાથી ધંધુકા જવાના માર્ગ પર આવેલા રાયકા કૃપા પેટ્રોલ પંપ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો રોકી ઘાયલ લોકોને બહાર કાઢ્યાં હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. તો અન્ય કારસવાર લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ આ અકસ્માત ક્યાં કારણોસર અને તેમાં કેટલા લોકોને ઈજા પહોંચી છે, તેની જાણકારી મળવા પામી નથી.

108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
કારમાં ફસાયેલી લોકોને બહાર કાઢ્યાં.
કારમાં ફસાયેલી લોકોને બહાર કાઢ્યાં.
અન્ય સમાચારો પણ છે...