તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતને અન્યાય:નર્મદા યોજના માટે ગુજરાતે માગેલી ગ્રાન્ટથી રૂ.1087 કરોડ કેન્દ્ર સરકારે ઓછા આપ્ચા, વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદાર સરોવર ડેમની ફાઈલ તસવીર - Divya Bhaskar
સરદાર સરોવર ડેમની ફાઈલ તસવીર
  • વિધાનસભામાં નર્મદા મંત્રીએ કેન્દ્ર તરફથી 1087 કરોડની ગ્રાન્ટ ઓછી મળ્યાનું સ્વીકાર્યું.
  • નર્મદા કેનાલ નેટવર્ક માટે રાજ્યમાં 7700 કિમીથી વધુનું કામ હજુ બાકી

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, સરદાર સરોવર નર્મદા યોજના માટે હંમેશા ગુજરાત સાથે અન્યાય થતો રહ્યો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું કે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કેન્દ્ર સરકારે બે વર્ષની અંદર રાજ્યને 1087 કરોડની ગ્રાન્ટ ઓછી ફાળવી છે.

નર્મદા યોજના માટે કેન્દ્રએ ફાળવી ઓછી ગ્રાન્ટ
સરદાર સરોવર યોજના માટે ગુજરાત સરકારે નર્મદા યોજના માટે બે વર્ષમાં કેન્દ્ર પાસે 2,967 કરોડ રૂપિયાની ગ્રાન્ટની દરખાસ્ટ કરી હતી. રાજ્યની આ માંગણીની સામે કેન્દ્ર સરકાર તરફથી 1879 કરોડ અને 76 લાખ રૂપિયા જ મળ્યા હોવાનું વિધાનસભામાં નર્મદા મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું. આ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2019માં 2000 કરોડની માગણી કરી હતી, પરંતુ તે વર્ષે રૂ. 1394 કરોડ મળતા બીજા વર્ષે 2020માં ગ્રાન્ટની દરખાસ્ત ઘટીને 967 કરોડ થઈ હતી.

નર્મદા મંત્રી યોગેશ પટેલની ફાઈલ તસવીર
નર્મદા મંત્રી યોગેશ પટેલની ફાઈલ તસવીર

કેનાલ નેટવર્કમાં 7700 કિમીથી વધુનું કામ બાકી
નર્મદા ડેમ પર દરવાજા મુકાયા પછી પણ ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા કેનાલ નેટવર્કમાં 7700 કિમીથી વધુનું કામ હજુ બાકી છે. ભારત સરકારે ત્વરિત સિંચાઈ લાભ યોજના અને હર ખેત કો પાની હેઠળ ગુજરાતને વર્ષ 2018-19માં 1394 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ તે પછીના વર્ષે ઘટીને 2019-20માં 485 કરોડ થઈ ગઈ.

બનાસકાંઠાની કેનાલમાં 100થી વધુ ગાબડા
આ ગ્રાન્ટનો ઉપયોગ સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ પ્રશાખા હેઠળ ખેતર સુધી પાણી પહોંચાડવાના નેટવર્ક માટે થાય છે. છેલ્લા બે વર્ષોમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નર્મદા કેનાલમાં 100 જેટલા ગાબડા પડ્યા છે. જે માટે 10 કંપનીઓ પાસેથી સમારકામ પેટે 22.88 કરોડનો ખર્ચ વસૂલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો