તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસિક સમસ્યાઓ અંગે વાતચીત:કોરોનાના કારણે ઉદભવેલી સ્થિતિનો સ્વીકાર કરો, અડધી માનસિક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત વિશ્વકોશમાં ડૉ. હિના સક્સેનાએ કોરોનાના બીજા ફેઝમાં થતી માનસિક સમસ્યાઓ અંગે વાત કરી
 • ડૉ. હિના સક્સેનાએ કહ્યું કે, કોરોનાનો હવે બીજો ફેઝ શરૂ થયો છે. હવે વ્યક્તિગત લેવલે તેની સાથે કઈ રીતે પહોંચી વળવું તે એક પડકાર છે.

કોવિડ 19માં પ્રથમ ફેઝમાં માસ્કનું મહત્વ, અંતર જાળવવું તેમજ કોરોનાથી બીજી કઈ રીતે બચવું તે સમજ્યા. એક સમય એવો અાવ્યો કે હવે કોરોના જવામાં જ છે એટલે બેડ ઓછા કરી દીધા. તકેદારી ન રાખી. મેચો જોવા ગયા અને મેળાવડા કર્યા. તેનું પરિણામ કેસો વધતા શું થયું તે અાપણે છેલ્લા 15 દિવસથી જોઈ જ રહ્યાં છીએ.

હવે સમગ્ર વ્યવસ્થા ફરી ઉભી કરવી પડી રહી છે. અા બધામાં દરેક ઉંમરના લોકોની માનસિક સ્થિતિ ચિંતાજનક રીતે બગડી છે. અા શબ્દો છે એચ. કે. અાર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાનના વ્યાખ્યાતા ડૉ. હિના સક્સેનાના. ગુજરાત વિશ્વકોશમાં યોજાયેલી ડિજિટલ ટૉક અંતર્ગત તેમણે કોરોના અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર વાત કરી હતી. ડૉ. હિના સક્સેનાએ કહ્યું કે, કોરોનાનો હવે બીજો ફેઝ શરૂ થઈ ગયો છે. હવે વ્યક્તિગત લેવલે તેની સાથે કઈ રીતે પહોંચી વળવું તે પણ એક પડકાર છે. કોરોનાના કારણે થયેલા ભારે નુકસાનના કારણે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કેટલાય લોકોની જોબ જતી રહી છે.

કેટલાક વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવું હતું તે જઈ નથી શક્યા અને તેમના ભવિષ્યનું શું થશે તેની તેમને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો એવી ચિંતામાં છે કે વિદેશ નીતિ બદલાશે અને અાપણે જો ભારત પરત ફરવાનું થશે તો શું કરીશું. અા બધામાં અાપણે માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તો આપણે આ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે જેથી અડધી સમસ્યા તો આપોઆપ દૂર થઈ જશે. પછી તેમાંથી કઈ રીતે બચી શકાય તેના પગલાં લેવા પડશે.

મેન્ટલ હેલ્થ સારું રહે તે માટે અાટલું કરો

 • કોવિડ 19ના બીજા ફેઝમાં જો ચિંતા કે સ્ટ્રેસ રહેતો હોય તો એક્સપર્ટ્સ પાસે જાવ.
 • રાત્રે ઊંઘ ન અાવવી, ચીડિયાપણું રહેવું કે અેકલતા અનુભવાતી હોય તો મુક્તમને મિત્રો કે સગા-સંબંધીઓ સાથે વાત કરો.
 • માનસિક સ્વાસ્થ્ય માટે વિનામૂલ્યે સલાહ કેન્દ્રો ખોલવાની જરૂર છે.
 • હવે અલગ પ્રકારનો ફોબિયા છે જેમ કે જંતુ કે ચેપનો ભય. તેને તકેદારી અને યોગ્ય પગલાંથી દૂર કરી શકાય છે.
 • તમે જે અનુભવ કરો છો તેને વડીલો સાથે શેર કરો, તમારી અડધી સમસ્યા દૂર થઈ જશે.
 • રોજ એક ડાયરી મેન્ટેન કરો, તમારામાં ઉત્તમ શું છે તે લખતાં રહો, અાથી હકારાત્મકતા વધશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો