તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જમીન વિકાસના કૌભાંડ અંગે CA ફર્મ પીપારા પર ACBની રેડ, કંપનીના બે માલિક સામે લુકઆઉટ નોટિસ જારી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટાપ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત

ગુજરાત જમીન વિકાસ નિગમના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે તેના ચાર્ટડ એકાઉન્ટન્ટ પીપારા એન્ડ કંપનીની અમદાવાદ લો ગાર્ડન સ્થિત મુખ્ય ઓફીસમાં ગુરુવારે એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી મોટા પ્રમાણમાં વાધાંજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબજે કરાયો હતો.

ભ્રષ્ટાચારના મૂળમાં તેના ચાર્ટડ એકાઉન્ટન્ટની સક્રિય ભૂમિકા હોવાનુ તપાસમાં ખુલતા એસીબીએ પીપારા એન્ડ કંપનીના ઓડીટરો ભૌમિક દિલીપકુમાર ગાંધી તથા મિતેશ દિલીપકુમાર ત્રિવેદીની વિરુદ્ધમાં 23 ગુના દાખલ કર્યા છે. જે પૈકી 18 ગુનામાં તેમના જામીન કોર્ટ દ્વારા રિજેકટ કરવામાં આવ્યા છે.

આ કેસ મામલે નવસારી સેશન્સ કોર્ટે પીપારા એન્ડ કંપની, લો ગાર્ડન આબાંવાડી સ્થિત મુખ્ય ઓફિસમાં સર્ચ વોરંટ ઈશ્યુ કરતા આ કંપનીમા ગુરુવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીપારા એન્ડ કંપનીના માલિક નમન જ્ઞાનચંદ પીપારા અને જ્ઞાનચંદ પીપારાની કંપનીએ ગુજરાત જમીન વિકાસ નિગમના ખેતતલાવડી તથા ટાંકા બનાવવાની કામગીરીમાં સીએ ફર્મ દ્વારા નિમણૂક હુકમોને શરતો અને સ્કોપ ઓફ વર્ક મુજબની કામગીરી ન કરી હતી. જવાબદાર કંપનીના બંને માલિકો સામે એસીબીએ લુક આઉટ નોટિસ જારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો