અમદાવાદમાં એક ફરિયાદી વિરુદ્ધમાં આવશ્યક ચીઝ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુના બાબતે ફરિયાદી વિરૂદ્ધ PBM મુજબના અટકાયતી પગલાં ના લેવા ઝોનલ અધિકારીએ 1.65 લાખની લાંચ માંગી હતી. જે લાંચ સ્વીકારતા ઝોનલ અધિકારી અને વચેટીયો ઝડપાઇ ગયા હતા.
અધિકારીએ 1.65 લાખની લાંચની માંગ કરી હતી
ફરીયાદી વિરૂધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુના બાબતે ફરીયાદી વિરુદ્ધ પી.બી.એમ.(Prevention of Black Marketing) મુજબના અટકાયતી પગલા નહી લેવાના અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટેના અન્ન અને નાગરીક પુરવઠાની ઝોનલ કચેરી સરખેજના ઝોનલ અધિકારી આરોપી ભુપેન્દ્ર ચૌધરીએ રૂ. 1.65 લાખની લાંચની માંગણી કરી હતી.
ACBએ છટકુ ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપ્યા
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય ACB કચેરીનો સંપર્ક કર્યો હતો.ACB એ લાંચના છટકાનું આયોજન કરીને ઝોનલ અધિકારી ભુપેન્દ્ર ચૌધરી અને ખાનગી વ્યક્તિ અબ્દુલ ચૌહાણને 1 લાખ 35 હજાર 500 રૂપિયા લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.