તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં થયેલા ખેત તલાવડી કૌભાંડમાં ACBએ ચાર્ટડ એકાઉન્ટન્ટ મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સીએ મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આરોપી સીએ મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ફાઈલ તસવીર.

રાજયમાં થયેલા ખેત તલાવડી કૌભાંડમાં ઓડિટ કરનાર કંપનીના ચાર્ટડ એકાઉન્ટન્ટ સામે ACBએ કાર્યવાહી કરી છે. સમગ્ર કેસમાં તપાસ દરમ્યાન પીપરા એન્ડ કંપનીની ગેરરીતિ બહાર આવી હતી, જે મામલે ઓડિટર નમન પીપારા અને જ્ઞાનચંદ પીપરા સામે LOC(લૂક આઉટ સર્ક્યુલર) જાહેર કરી છે. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરતા મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરી છે. આરોપી ભૌમિક ગાંધીની વલસાડ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. ચાર્જશીટ બાદ પણ નામંજૂર કરાઈ હતી. બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. ખેત તલાવડીના સમગ્ર કેસમાં 99 જેટલા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણામાં 2017-18ના વર્ષ દરમિયાન વલસાડના કચીગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી ન બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂ.6.92 લાખનું નુકસાન પહોંચડી મળતિયા અને આર્થિક લાભ કરાવ્યો હતો. સરકારના નિયમ મુજબ ખેત તલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ,કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણામાં 2017-18ના વર્ષ દરમિયાન વલસાડના કચીગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી નહિ બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂ.6.92 લાખનું નુકસાન પહોંચાડી મળતિયા અને આર્થિક લાભ કરાવ્યો હતો.સરકારના નિયમ મુજબ ખેતતલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો