​​​​​​​વિદ્યાર્થીઓની ફરિયાદ:ગુજરાત યુનિવર્સિટીના હાઈટેક હોલમાં AC હોવા છતાં ચાલુ કરતા નથી, વિદ્યાર્થીઓએ પંખાના સહારે પરીક્ષા આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AC વિદ્યાર્થીઓ માટે જ છે છતાં વિદ્યાર્થીઓ માટે વાપરવામાં આવતી નથી

ગુજરાત યુનિવર્સિટીની સેમ 4-6ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના અનેક ભવન અને બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં હમણાં જ નિર્માણ પામેલ સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંકુલમાં પણ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવેલ છે. સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંકુલમાં મોટા મોટા હાઈટેક હોલ તો બનાવી દેવાયા છે પરંતુ સેન્ટ્રલ AC બિલ્ડીંગ હોવાથી હોલમાં ક્યાંય વેન્ટીલેશન કે હવાની અવરજવરની વ્યવસ્થા કરાઈ નથી. એવામાં અત્યારના હિટવેવમાં એક હોલમાં 60થી વધારે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાતો કરાઈ દેવાઈ છે પરંતુ આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વખતે રીતસરના શેકાઈ જાય છે.

પંખાના પવનની અસર પણ થતી નથી: વિદ્યાર્થી
આ અંગે ઉમંગ મોજીદ્રા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પરીક્ષા ચાલે છે પરંતુ આ પરીક્ષામાં અમને આવીએ ત્યારે એસી હોવા છતાં ચાલુ કરવામાં આવતા નથી. ક્લાસમાં વિદ્યાર્થીઓ ભારે ગરમી વચ્ચે પરીક્ષા આપે છે. પંખાના પવનની અસર પણ થતી નથી, છતાં પરીક્ષામાં કહ્યાં પછી પણ એસી ચાલુ કરવામાં આવતા નથી. આ એસી વિદ્યાર્થીઓ માટે જ છે છતાં વિદ્યાર્થીઓ માટે શા માટે વાપરવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...