તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને હાલાકી:શતાબ્દીના કોચમાં AC બંધ ડબલ ડેકર કોચમાં વરસાદી પાણી પડ્યું, અમદાવાદ-મુંબઈ રૂટની બે ટ્રેનના પેસેન્જરોની ફરિયાદ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રીમિયમ ટ્રેનોમાં વધુ ભાડું વસૂલાતું હોવા છતાં રેલવેની બેદરકારી

રેલવે તંત્ર દ્વારા પ્રીમિયમ ટ્રેનના પેસેન્જરોને અન્ય ટ્રેનના પેસેન્જરો કરતાં વધુ સુવિધા અપાય છે. તેની સામે રેલવે દ્વારા આ ટ્રેનોના પેસેન્જરોને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી પણ રખાય છે. તેમ છતાં ઘણીવાર આવી ટ્રેનોમાં પેસેન્જરોને હાલાકી પડવાની ફરિયાદ મળે છે. મુંબઈથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસના સી-12 કોચમાં એસી બંધ હોવાની તેમજ અમદાવાદ-મુંબઈ ડબલ ડેકરના સી-6 કોચમાં વરસાદી પાણી ટપકતું હોવાની પેસેન્જરોની ફરિયાદ હતી.

શતાબ્દી એક્સપ્રેસના સી-12 કોચના પેસેન્જરોએ ફરિયાદ કરી હતી કે, ટ્રેનના કોચમાં એસી બંધ હતું. ફરિયાદ કરી ત્યારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ગઈ હતી. જેથી મુસાફરી દરમિયાન એસી રિપેર થઈ શક્યું ન હતું.

ડબલ ડેકર ટ્રેન અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી ત્યારે વરસાદને સી-6 કોચમાં ઉપરથી પાણીની ધારા પડતી હતી. આ વિશે પેસેન્જરે રેલવે સેવા સમક્ષ ફરિયાદ કરી હતી. જો કે ટ્રેનનું યાર્ડ આવે ત્યારે જ તેનું મેન્ટેનન્સ થાય તેમ હોવાથી ચાલુ મુસાફરીએ કોચમાં રિપેરિંગ કામગીરી થઈ શકી ન હતી. વધુમાં રેલવે કર્મચારીએ ઉદ્ધત વર્તન કર્યાની પેસેન્જરે સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...