સદસ્યતા અભિયાન:ABVPના સદસ્યતા અભિયાનમાં 1.80 લાખ સદસ્યો બન્યા, હવે કોલેજ અને યુનિવર્સિટી માટે કારોબારી રચાશે

અમદાવાદ25 દિવસ પહેલા

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સદસ્ય બનાવવા માટે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.ABVP ના સદસ્યતા અભિયાનમાં અત્યાર સુધી 1.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સદસ્યતા મેળવી છે.આ સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ કોલેજ અને યુનિવર્સિટી માટે કારોબારી રચાશે. જેમાં વિવિધ જવાબદારી સોંપવામાં આવશે.

ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા
2 તબક્કામાં ABVPનું સદસ્યતા અભિયાન ચાલ્યું હતું જેમાં પ્રથમ સ્કૂલમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા જે બાદ 1 તારીખથી કોલેજના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાન દ્વારા ABVP માં જોડવામાં આવ્યા હતા.સ્કૂલમાં 70 હજારથી વધુ સદસ્યો બનાવવામાં આવ્યા છે જ્યારે કોલેજમાં 1.10 લાખથી વધુ સદસ્યો બનાવવામાં આવ્યા છે.જે પણ સભ્યો બન્યા હતા તેમની પાસેથી 5 રૂપિયા સદસ્ય ફી પણ લેવામાં આવી હતી.

15 સપ્ટેમ્બરે સદસ્યતા અભિયાન પૂર્ણ થશે
આ સદસ્યતા અભિયાનમાં જોડાયેલા લોકો 1 વર્ષ સુધી ABVP ના સભ્યો રહેશે. ત્યાર બાદ ફરીથી સદસ્યતા અભિયાન થશે. ABVPના પ્રાંત મંત્રી યુતિ ગજરેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠનના 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. જેથી વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થી સંગઠન દ્વારા અલગ અલગ પ્રકલ્પ પર કામ કરવામાં આવી રહ્યું છે.15 સપ્ટેમ્બરે સદસ્યતા અભિયાન પૂર્ણ થવાનું છે ત્યારે ABVP ના 2 લાખ સદસ્યો તૈયાર હશે.વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓ પર પણ સંગઠન કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...