વિદ્યાર્થી પાંખની બેઠક:ABVPની ગુજરાત પ્રદેશની કારોબારીમાં શૈક્ષણિક અને સામાજિક મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પ્રદેશ કારોબારી બેઠક મોરબી ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાઇ હતી. જેમા ગુજરાતમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન સામાજિક પરિસ્થિતિઓ અને શૈક્ષણિક મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરીને આગામી દિશા અને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતાં.ABVP દ્વારા આ વર્ષમાં 2 લાખથી વધુ સદસ્યતા કરવામાં આવી છે. 180 કરતા પણ વધુ નગર કારોબારીઓની ઘોષણા કરવામાં આવી છે તેની સાથે જ હાલ સમગ્ર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા કરવામાં આવી રહી છે.જેમાં ગુજરાત ભરના 1 હજાર જેટલા કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદની કારોબારી ઘોષણા કરવામાં આવશે.

મતદાન જાગૃતિ યાત્રાનું આયોજન કરશે
આ પ્રદેશ કારોબારી બેઠકમા આગામી સમયની દિશા નક્કી કરવામાં આવી હતી. જેમાં રક્ત ઘટ અભિયાન દ્વારા યુવાનોમાં રક્તદાનનું મહત્વ સમજાવી રક્ત દાતા તરીકે પ્રેરિત કરી તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, સાથે જ આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક રાજનૈતિક દળો દ્વારા શિક્ષણ જગતને બદનામ કરીને યુવાનોને ઘેર માર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેની સામે વિદ્યાર્થી પરિષદ યુવાનો ને જાગૃત કરી વધારેમાં વધારે મતદાન કરવા માટે જિલ્લા સ્તર પર મતદાન જાગૃતિ યાત્રાનું આયોજન કરશે.

2 લાખથી વધુ વિદ્યાર્થી સદસ્યતા કરવામાં આવી
આ બેઠકમાં આગામી કાર્યક્રમ જેવા કે 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ,19 નવેમ્બર રાણી લક્ષ્મીબાઈ જયંતિ નિમિતે છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવશે અને જાન્યુઆરી મહિનામાં જિલ્લાઓના વિવિધ વિષયો પર જિલ્લા સંમેલનોમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક વિવિધ વિષયો પર ચર્ચા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતાં. પ્રદેશ મંત્રી યુતિ પ્રદીપે જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થી સદસ્યતા કરવામાં આવી છે.

આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા
સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા વિચારણા મોરબી ખાતે યોજાયેલ બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. સમાજમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા વિવિધ વિષયોને લઈને વિદ્યાર્થી પરિષદ કઈ રીતે સમાજને મદદરૂપ થઈ શકે તે માટેની સકારાત્મક દિશા નક્કી કરવામાં આવી છે.શૈક્ષણિક સ્થિતિમાં શિક્ષણ જગતના પ્રશ્નોને કઈ રીતે સમાધાન સુધી લઈ જઈ શકાય તે માટે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેને અનુરૂપ આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...