અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનનો વિરોધ:કોંગ્રેસને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યક્રમ માટે મંજૂરી આપ્યાના આક્ષેપ સાથે ABVPનો ઉગ્ર વિરોધ

અમદાવાદ17 દિવસ પહેલા

ગુજરાત યુનિવર્સિટીના ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટમાં કોંગ્રેસનો વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ યોજાવવાનો હતો. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું હતું. પરંતુ રાજકીય પક્ષને યુનિવર્સિટીમાં કાર્યક્રમ માટે મંજૂરી આપતા ABVP દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા છે.

કુલપતિની ચેમ્બર બહાર બેઠા પણ પોલીસે ટીંગાટોળી કરી
ABVPના કાર્યકરોએ નારાબાજી સાથે ટાવરમાં જઈને કુલપતિની ચેમ્બર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના કાર્યકરોએ 1 કલાકથી વધુ સમય સુધી કુલપતિની ચેમ્બરની બહાર બેસી રહ્યા હતા. મોકો મળતાં કુલપતિના ચેમ્બરમાં જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ABVPએ કોંગ્રેસ પક્ષ અને કુલપતિ વિરુદ્ધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ABVPએ સવાલ કર્યો યુનિવર્સિટીમાં કાર્યક્રમની કેમ મંજૂરી આપી
ABVPના મહામંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કોઈ પણ પક્ષનો રાજકીય અખાડો નથી. કોંગ્રેસ પક્ષના કાર્યક્રમ માટે મંજૂરી શા માટે આપવામાં આવી અને મંજૂરી ના આપી હોય તો કોંગ્રેસ પક્ષે ગુજરાત યુનિવર્સિટીના નામનો પોતાના કાર્યક્રમમાં મેસેજ શા માટે લોકોને મોકલ્યો. ગુજરાત યુનિવર્સિટી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...