ABVPનું મતદાન જનજાગૃતિ અભિયાન:યુવાઓને મતદાન કરવા જાગૃત કરતા ABVPએ 19 જિલ્લાની 180 કોલેજમાં રથ ફેરવ્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માત્ર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં રથ ફેરવવામાં આવ્યો હતો. 19 જિલ્લાની 180 કોલેજમાં રથ ફેરવીને યુવાઓને મતદાન કરવા જાગૃત કર્યા હતા. આ ઉપરાંત મતદાન માટે રોડ પર પણ પેન્ટિંગ કરવામાં આવ્યા હતા.

મતદાન જાગૃતિ સંદર્ભે પત્રિકા વિતરણ
અમદાવાદમાં પણ 7 દિવસમાં 18 જેટલા જાહેર સ્થળો લર અને 22 કોલેજના કેમ્પસમાં મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવ્યો હતો. આ રથ થકી 61,000 થી વધુ લોકો સુધી ABVP પહોંચ્યું હતું. મતદાન જાગૃતિ સંદર્ભે પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 12 જાહેર સ્થળ પર વોટ કર ગુજરાત થીમ પર વોલ પેન્ટિંગ અને રોડ પેન્ટિંગ કરવાના આવ્યું હતું. મતદાન જાગૃતિ માટે એક ગીત પણ બનાવવામાં આવ્યું હતું જે રથની સાથે જ ફરતા ફરતા વાગતું હતું.

ABVPનું નું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
25, 26 અને 27 નવેમ્બરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન યોજવવાનું છે. 18 વર્ષ પછી રાજસ્થાનના જયપુરમાં અધિવેશન યોજાશે. ABVPના અધિવેશનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્ડ પ્રધાન પણ હાજર રહેશે. આ અધિવેશમાં વિદ્યાર્થીઓના હિત, શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. દેશભરના ABVPના પદાધિકારીઓ આ અધિવેશનમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...