તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થી સંગઠનની માગ:ABVPએ એડમિશન પ્રક્રિયાને ધ્યાને રાખી જાતિ અને આવકના દાખલાની મર્યાદા વધુ એક વર્ષ વધારવા માગ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને આજ રોજ ઈ-મેઈલથી રજૂઆત

પ્રવેશ પ્રક્રિયામાં જરૂરિયાત પડતા દસ્તાવેજોની મુદ્દત વધુ એક વર્ષ માટે વધારવા સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને આજ રોજ ઈ-મેઈલના માધ્યમથી આવેદન આપી માગ કરવામાં આવી હતી.

પ્રમાણપત્ર અને દાખલામાં ગયા વર્ષે પણ મુદ્દત લંબાવી હતી
મેરિટ બેઝ પ્રમોશનના નિર્ણય બાદ ડિપ્લોમા અને બેચલર કોર્સ માં એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા વિવિધ દસ્તાવેજો જમા કરાવવા જરૂરી હોય છે. જેમ કે, જાતિનો દાખલો, આવકનો દાખલો, EWSનો દાખલો. ગત વર્ષે આ તમામ દસ્તાવેજોને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 1 વર્ષ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ મહામારીની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી રાહત મળી હતી.

મુદ્દત વધે તો વાલી અને વિદ્યાર્થીઓને દોડધામ ન થાય
ABVP પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા જણાવે છે કે, આ ચાલુ વર્ષ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન ઘણી યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે, ત્યારે સરકારે ફરી આ તમામ દસ્તાવેજોની મુદ્દત 1 વર્ષ વધારવી જોઈએ. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને દોડધામમાંથી રાહત મળે.