તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અમદાવાદની કે.કા શાસ્ત્રી કોલેજમાં બી.કોમ સેમ-1ના 100થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા ABVPનું વિરોધ પ્રદર્શન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોલેજમાં વિરોધ કરી રહેલા ABVPના વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
કોલેજમાં વિરોધ કરી રહેલા ABVPના વિદ્યાર્થીઓની તસવીર
  • તમામ વિદ્યાર્થીઓ સોફ્ટ સ્કીલ્સ અને ફાઉન્ડેશન વિષયમાં નાપાસ કરાયા હતા

B.com સેમેસ્ટર 1ના ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં કે.કા શાસ્ત્રી કોમર્સ કોલેજના આશરે 100થી વધુ વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ્સ અને ફાઉન્ડેશન વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા. જેના લીધે તેમના સમગ્ર સેમેસ્ટરનું પરિણામ યુનિવર્સિટી દ્વારા Fail જાહેર કરવામાં આવ્યું છે. કોલેજ પ્રશાસન દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પ્રક્રિયા હાથ ના ધરાતા ABVP દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓને સાથે લઈ હોબાળો કરવામાં આવ્યો હતો.

કોલેજની ભૂલના કારણે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું ABVPનું કહેવું
કોલેજની ભૂલના કારણે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું ABVPનું કહેવું

કે.કા શાસ્ત્રી કોલેજમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ હાજર ન રહેતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આવેદન કેમ્પસના અન્ય પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે, કોલેજની ટેકનિકલ ભૂલના લીધે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે જેથી તેમનું સેમેસ્ટર 2નું પરિણામ પાસનું આવી શકે.

આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

વિદ્યાર્થીઓના પરિણામને લઈને કોલેજ દ્વારા જો માંગ સ્વીકારી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.