રજૂઆત:ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે શરૂ કરવાની ABVPની માંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટીમાં હજી પણ પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી

રાજ્યની કહેવાતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી જેને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગ માં દેશમાં 44મુ સ્થાન અને રાજ્યમાં પહેલું સ્થાન મળેલ વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટી માં હાલ સુધી પ્રવેશ પ્રક્રિયાના કોઈ પણ એંધાણ જણાઈ રહ્યા નથી. કર્ણાવતીની અન્ય પ્રાઈવેટ યુનિવર્સિટીઓ અને રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં હજી પણ પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. છેલ્લાં ઘણાં સમયથી ABVP પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે સંઘર્ષરત છે ત્યારે વિદ્યાર્થી પરિષદે આજે નીચેના મુદ્દાઓ સાથે યુનિવર્સિટીમાં આવેદન પત્ર આપ્યું.

1. ગુજરાત યુનિવર્સિટીની પ્રક્રિયા ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવે. 2. ABVP દ્વારા અગાઉથી જ એવી માંગ છે કે યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવામા આવે આજે પણ વિદ્યાર્થી પરિષદએ એવી સ્પષ્ટ માંગ કરી છે કે યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવામા આવે. 3. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં અમુક કોર્સ જેવાં કે સ્કૂલ ઓફ ડિઝાઈન અને ડેટા મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. યુનિવર્સિટી દ્વારા આ ભેદભાવ યુક્ત વર્તન કરવામાં આવી રહ્યું છે કે અમુક ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ શરૂ કરી દેવાયો છે અને અન્ય ડીપાર્ટમેન્ટમાં હજી પ્રવેશ શરૂ થયો નથી.

ઉપરોક્ત મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરવા માટે યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ માંગ કરવામાં આવી છે તથાં તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહી લેવામાં આવે તો આગળના સમયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...