વિદ્યાર્થી સંગઠનની માગ:MBBSના બીજા વર્ષમાં ચૂંટણીને કારણે પુન નિર્ધારિત કરવા, બે પેપર વચ્ચે રજા આપવા ABVPની માંગણી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

1 અને 5 ડિસેમ્બરે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે 2 ડિસેમ્બરથી MBBSના બીજા વર્ષની પણ પરીક્ષા શરૂ થવાની છે, તો ચૂંટણીમાં પરીક્ષા ના યોજાય માટે પરીક્ષા પુનઃ નિર્ધારિત કરવા તથા બે પરીક્ષા વચ્ચે એક રજા મળે તે માટે વિદ્યાર્થીઓ સાથે ABVPએ માંગણી કરી છે.

ABVPની મેડિકલ વિંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની મળીને MBBSની પરીક્ષા પુનઃ નિર્ધારિત કરવા માંગણી કરી છે. ચૂંટણીના સમયગાળામાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત બે પેપર વચ્ચે એક રજા આપવામાં આવે તો પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે. વિદ્યાર્થીઓની માંગણી પૂરી ના થાય તો ABVP વિદ્યાર્થીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે.

ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની પરીક્ષા 10 નવેમ્બરે શરૂ થઈ હતી. જે બાદ 22 નવેમ્બર અને 8 ડિસેમ્બરે પણ તબક્કાવાર પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ ચૂંટણીના કારણે આ પરીક્ષા સ્થગીત કરવામાં આવી હતી. 22 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 13 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 26 ડિસેમ્બરે લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...