તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈ આંદોલન:અમદાવાદમાં ABVPના કાર્યકરોએ RC ટેક્નિકલ કોલેજમાં કચરો વાળી પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જઈ વિરોધ કર્યો

21 દિવસ પહેલા
ABVPના કાર્યકરો બહાર કચરો વાળી પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ ગયા
  • સાફ સફાઈ ન હોવાના મુદ્દે રજૂઆત કર્યા છતાં નિવારણ ના આવતા સફાઈ આંદોલન શરૂ થયું

અમદાવાદની RC ટેક્નિકલ કોલેજમાં કેટલાય સમયથી સ્વછતાનો પ્રશ્ન હતો. જે મામલે ABVPએ કોલેજને રજૂઆત કરી હતી. પરંતુ સમસ્યાનો નિકાલ ન આવતા ABVPએ આજે કોલેજમાં જઈને સફાઈ આંદોલન કર્યું હતું. સફાઈ આંદોલનમાં કોલેજમાં સાફ સફાઈ કરીને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જઈને વિરોધ કર્યો હતો.

નિરાકરણ ન આવ્યું તો સફાઈ આંદોલન શરૂ કર્યુ
સોલામાં આવેલી RC ટેક્નિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કેટલાય સમયથી મોટા પ્રમાણમાં ગંદકી, ક્લાસરૂમમાં બેન્ચ પર ધૂળ, પીવાના પાણીની અવ્યવસ્થા અને કેમ્પસમાં શૌચાલયની અવ્યવસ્થાને લીધે સ્વચ્છતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મામલે ABVP એ અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવારણ ના આવતા ABVPએ આજે સફાઈ આંદોલન શરૂ કર્યું હતું.

કોલેજમાં વિવિધ સ્થળે સાફ સફાઈ કરાઈ
કોલેજ કેમ્પસમાં ઝાડુ સાથે ABVPના કાર્યકરો પહોંચ્યા હતા અને સફાઈ આંદોલન શરૂ કર્યું હતું. પ્રિન્સિપાલ ઓફિસ અને કેમ્પસમાં વિવિધ સ્થળો પર સાફ સફાઈ કરવામાં આવી હતી અને કચરો ભેગો કરીને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. કચરા સાથે રજૂઆત કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા લઈને ફરીથી માંગણી કરવામાં આવી હતી.