તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:દુબઈમાં અબુ સાલેમે માજિદને અજમેરમાં હથિયારોની ડિલિવરી, અમદાવાદ-મુંબઈમાં બ્લાસ્ટનું કામ સોંપ્યું હતું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ પાછા આવી દાઉદ, છોટા શકીલ, ટાઈગર મેમણ સાથે સોનાનું સ્મગલિંગ શરૂ કર્યું હતું
 • અબ્દુલ માજિદ સોનાના સ્મગલિંગ માટે અવારનવાર દુબઈ જતો હતો

ઝારખંડમાંથી પકડાયેલા આતંકવાદી અબ્દુલ માજિદ કુટ્ટીને અમદાવાદ લવાયા બાદ તેની પૂછપરછ કરાઈ હતી, જેમાં તેણે જણાવ્યું કે, તે પહેલી વખત 1978માં દુબઈ ગયો હતો. ત્યાં 6 વર્ષ રોકાઈને મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં તે દાઉદના સંપર્કમાં આવ્યો હતો અને સોનાનું સ્મગલિંગ શરૂ કર્યું હતું, જેના માટે તે અવારનવાર દુબઈ જતો હતો. તે સાથે તેણે કસ્ટમ ચોરીનું કામ પણ શરૂ કર્યું હતું, ત્યાર બાદ દાઉદ અને અબુ સાલેમે કુટ્ટીને અમદાવાદ, મુંબઈમાં પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સોંપી હતી.

1996માં તે દુબઈમાં હતો ત્યારે અબુ સાલેમે તેને હથિયારો અજમેરમાં પહોંચાડવાનું કહ્યું હતું, જેથી અજમેરમાં તેના માણસ મોહંમદ ફઝલે હથિયારોની ડિલિવરી લીધી હતી. કન્સાઇન્મેન્ટ પકડાયા બાદ પટનાથી મોહંમદ કમાલના નામનો પાસપોર્ટ બનાવી તેની પર દુબઈ ભાગી ગયેલો કુટ્ટી દાઉદ ગેંગના માણસો દ્વારા પોરબંદરના મમુમિયાંના સંપર્કમાં આવતા તેની સાથે મળી સોનાનું સ્મગલિંગ શરૂ કર્યું હતું.

24 વર્ષ સુધી નેપાળ, બેંગકોક અને થાઇલેન્ડ ફરતો રહ્યો હતો
એટીએસના DySP કે.કે.પટેલે જણાવ્યું કે, મહેસાણા હાઈવે પરથી કુટ્ટીના ત્રણ સાગરિત હથિયારો અને આરડીએક્સ સાથે પકડાઈ ગયા હોવાની જાણ થતાં તે 1996માં દુબઈ ભાગી ગયો હતો. ત્યાંથી તે મલેશિયા, થાઇલેન્ડ, બેંગકોક, નેપાળ સહિતના દેશોમાં ફરતો હતો. લગભગ 24 વર્ષ સુધી વિદેશોમાં ફર્યા બાદ તે 2019માં પાછો ભારત આવ્યો હતો અને ઝારખંડમાં નામ બદલીને રહેતો હતો.

દુબઈથી મુંબઈ પાછા ફર્યા બાદ દાઉદના સંપર્કમાં આવ્યો હતો
અબ્દુલ કુટ્ટીના પિતાનું 1978માં અવસાન થતા તે દુબઈ ગયો હતો અને ત્યાં 1984 સુધી રહ્યો હતો અને એલ્યુમિનયમ સેક્શનમાં કાચ ફીટિંગનું કામ કરતો હતો. એક વખત દુબઈ જઈને પાછો મુંબઈ આવી ગયો હતો. ત્યાર બાદ તે દાઉદ ઈબ્રાહીમ, અનીસ ઈબ્રાહીમ, અબુ સાલેમ, છોટા શકીલ, ટાઇગર મેમણ, મોહંદમ ડોશા, મુસ્તુફા ડોશા સહિતના અંડર વર્લ્ડના લોકોના સંપર્કમાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો