ઈમરજન્સી લેન્ડિંગ:અબુધાબી ફ્લાઈટનું એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 હજાર ફૂટ ઊંચે યુવકને પેટમાં દુ:ખાવો ઉપડ્યો
  • એર અરેબિયાની​​​​​​​ ફ્લાઈટ અમદાવાદ વાળવી પડી

એર અરેબિયાની બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટમાં 30 હજાર ફૂટ ઊંચે એક યુવકને પેટમાં દુ:ખાવો ઉપડતાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. દુ:ખાવાને પગલે યુવકે ચીસા ચીસ કરતાં ક્રૂએ તાત્કાલિક ગોળી આપી હતી. પરંતુ દુ:ખાવો બંધ થયો ન હતો. અમદાવાદ અેરપોર્ટ નજીક હોવાથી મેડિકલ ઈમરજન્સીનો મેસેજ આપી ફ્લાઈટનું તાકીદનું ઉતરાયણ કરાવાયું હતું.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટે બુધવાર રાતે 12.05 કલાકે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પેસેન્જરને સિવિયર પેઈન હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફ્લાઈટ અમદાવાદથી રાતે 1 વાગ્યે રવાના થઈ હતી. ગુરુવારે સવારે ઇન્ડિગોની હૈદરાબાદથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં 54 વર્ષીય મહિલાને છાતીમાં દુ:ખાવો શરૂ થતાં કેપ્ટને એટીસીને મેડિકલ ઈરજન્સી નો મેસેજ કરતા એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ ગોઠવાઈ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...