ગોમતીપુરમાં દસ મહિના પહેલા કોર્પોરેશનની ઓફીસ પાસે રાત્રીના સમયે ખાટલા પર માતા સાથે સુઈ રહેલી 4 માસની બાળકીનું અપહરણ થયું હતું. જેમાં દસ મહિનાથી ફરાર આરોપી અનુષા ઉર્ફે નંદીનીને ક્રાઈમ બ્રાંચની ટીમે હૈદરાબાદથી ઝડપી પાડી છે. અગાઉ આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પૂછપરછમાં નંદીની ઉર્ફે અનુષાનુ પણ નામ ખુલ્યુ હતુ.
ગોમતીપુર મ્યુનીસીપલ કોર્પોરેશનની ઓફીસ પાસે દસ મહિના પહેલા કાજલબેન દંતાણી નામની મહિલા તેમની ચાર માસની દિકરી સાથે ફૂટપાથ પર સુઈ રહ્યા હતા. ત્યારે કેટલાક અજાણ્યા માણસો દીકરી અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે કાજલબહેને ગોમતીપુર પોલીસ સટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચીરાગ ઉર્ફે ચીલ્લી, સોમેશ, વિજય, કિંજલની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખૂલતા પોલીસે આ ઘટનામાં 11 આરોપીની ધરપકડ કરી હતી.
જ્યારે હૈદ્રાબાદમાં રહેતી અનુષા ઉર્ફે નંદીની ફરાર હતી. અનુષા તેલગંણાના કોમરબીણ જીલ્લાના કાગજનગર ગામે રહેતી હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ પહોંચીને અનુષા ઉર્ફે નંદીનીની ધરપકડ કરી અમદાવાદ લાવ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, પહેલા નંદીની બેને બાળકીને એક લાખ રૂપિયામાં વેચી હતી. બાદમાં દામોદરનામના શખ્સે બાળખીને અશોક નામના વ્યક્તિને બે લાખમાં વેચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.