તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:અમદાવાદની વટવા GIDCમાં 70 કરોડના ખર્ચે 30 MLD વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 700 જેટલા ઉદ્યોગોને લાભ મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • દિલ્હીથી વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કર્યું

અમદાવાદમાં વટવા ઔદ્યોગિક વસાહતમાં 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 MLD વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રી રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કર્યું હતું. ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએકટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા GIDCના 700 જેટલા ઉદ્યોગોને મળશે. આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100 ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે.

મુખ્યમંત્રીએ આ ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીને અભિનંદન આપતા કહ્યું કે, અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગગૃહોએ સાથે મળીને સહકારીતાના આધાર ઉપર દુષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેક્ટની સ્થાપના કરી છે તે અભિનંદન ને પાત્ર છે. ગુજરાતે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં હંમેશા પર્યાવરણ રક્ષા સાથેના ઔદ્યોગિક અને સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.

19 જેટલા નવા પ્લાન્ટનું આયોજન
તેમણે ઉમેર્યું હતું કે,ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ - ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે. ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં CETPને વેગ આપીને 750 થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતા ના 35 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 19 જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.

ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત નો સંકલ્પ
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં જેતપૂર, અમદાવાદ, સુરત, વડોદરા વિસ્તારોના ઉદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધિકરણ કરીને પર્યાવરણિય રીતે દરિયામાં ઉંડે નિકાલ કરવા ખર્ચે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટસ રાજ્યમાં આકાર લઇ રહ્યો છે.આના પરિણામે નદીઓ શુધ્ધ થશે. ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસ સાતત્ય પૂર્ણ વિકાસ ની બાબતમાં અગ્રેસર રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.પર્યાવરણ રક્ષાથી આપણે સૌ સાથે મળી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત નો સંકલ્પ પાર પાડીશું.

ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કો- ઓપરેટીવ સોસાયટી લિમીટેડ કે જે સને 1997 થી વટવામાં રહેલા તેના 674 મેમ્બર્સ કે જેમાંથી 95 ટકા MSME ઉદ્યોગો છે , તેમાંથી નીકળતા એફલ્યુએન્ટનું ટ્રીટમેન્ટ CETP દ્વારા કરે છે.ઉપરાંત ગ્રીન દ્વારા MEE,Spray Dryer,Common Spent Acid Facility,ઓટો સેમ્પલર,સ્કાડા વગેરે લગાવીને ભારતનું મોડેલ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનું ક્લસ્ટર બનેલ છે.

ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કો-ઓપરેટીવ સોસાયટી લિમીટેડના ચેરમેન રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થવાથી વટવા CETP દ્વારા એફલ્યુએન્ટ ડિસ્ચાર્જના તમામ નોર્મ્સનું પાલન થશે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટેના તથા જુની ઇન્ડસ્ટ્રીઝના એકસ્પાન્શનનો માર્ગ મોકળો થશે. આ ટેકનોલોજી આશરે રૂ 70 કરોડના ખર્ટો લગાવવામાં આવી રહી છે. જેમાં સરકારશ્રી દ્વારા 20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલ છે.વટવાના ઉદ્યોગોએ રૂ 50 કરોડનો ફાળો આપેલ છે. હાલમાં વટવામાં રહેલા MSME ઉદ્યોગો દ્વારા વાર્ષિક રૂ 100 કરોડનો ખર્ચ સામુહિક ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે જે વધીને આશરે રૂ 150 કરોડ જેવો થશે.