કેન્દ્ર સરકારે આરટીઓની તમામ કામગીરી વાહન ડીલરને થોપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યના 50 ટકા વાહન ડીલરોએ વિરોધ કરી આરટીઓની કામગીરી સ્વીકારવા અસંમતિ દર્શાવી છે. વાહન ડિલરોએ કહ્યું કે, આરટીઓની કામગીરીમાં માંથકુટમાં પડવા માંગતા નથી. અમારા કર્મચારીની ભૂલના લીધે અમારે કાયદાકિય લડાઇ લડવી પડે છે. ડીલરની છબી પણ ખરડાય છે. આરટીઓ આર.એસ.દેસાઇએ કહ્યું કે, વાહનના શોરૂમમાં કર્મચારી ભૂલ કરે તો વાહન ડીલર સામે જ કાર્યવાહી થાય. હાલ પણ ચારથી પાંચ વાહન ડીલર સામે કાર્યવાહી થઇ હતી.
આ સિવાય કેન્દ્રના અન્ય એક પરિપત્રમાં વાહન ડીલરોને પાંચ વર્ષ માટે ટી.સી.(ટ્રેડ સર્ટિફિકેટ) નંબરની સત્તા આપવામાં આવનાર છે. જોકે હાલ કેન્દ્ર સરકારે વાંધા રજૂ કરવા 30 દિવસની સમય મર્યાદા આપી છે. આ પછી સત્તાવાર જાહેરાત કરાશે. પરિપત્ર મુજબ દર પાંચ વર્ષે ટી.સી.નંબર રીન્યુ થશે, હાલ એક જ વર્ષની સત્તા છે. જેમાં રીન્યૂ કરવાની સત્તા આરટીઓને છે. હાલની રીન્યૂઅલ સિસ્ટમમાં પણ ઘણી ગેરરીતિઓ બહાર આવે છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં 50થી વધુ ટી.સી.સસ્પેન્ડ થાય છે. એક દિવસમાં 17 ટી.સી.સસ્પેન્ડનો પણ રેકર્ડ નોંધાયો છે.
લોકોને કોઇ ફાયદો નથી, ડીલરની મુશ્કેલી વધશે
કેન્દ્ર સરકાર વાહન ડીલર્સને વાહન રજિસ્ટ્રેશનની કામગીરી સોંપીને તેઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. આ કામગીરીથી લોકોને કોઇ ફાયદો નથી. ખોટા પુરાવા કે અન્ય કોઇ ગેરરીતિ થાય તો ડિલર સામે જ પોલીસ ફરિયાદ થાય છે. - વાહન ડીલર, અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.