AMCની કાર્યવાહી:BU પરમિશન વિનાની ગાયત્રી સ્કૂલ,જનપથ હોટલ,મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 692 એકમોને સીલ મારી દેવાયુ

અમદાવાદ6 મહિનો પહેલા
હાઈકોર્ટની ટકોર બાદ AMCએ હરકતમાં આવી BU પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી શરુ કરી
  • બે દિવસમાં 851 દુકાનો,ઓફિસો અને ક્લાસિસ, હોટેલના 293 રૂમ, રેસ્ટોરન્ટના 12 યુનિટ, 3 સ્કૂલોના 48 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈને કુલ 1206 યુનિટ સીલ કરાયા છે.
  • ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી.
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી.

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશમ વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો. ત્યારે ગત રોજ મોડી રાત્રે AMCએ હરકતમાં આવી BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી છે.

હાઈકોર્ટની ટકોર બાદ AMC એક્શનમાં
AMCના એસ્ટેટ વિભાગ દ્વાશહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 692 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને સીલ મારી દીધા છે.બે દિવસમાં 851 દુકાનો,ઓફિસો અને ક્લાસિસ, હોટેલના 293 રૂમ, રેસ્ટોરન્ટના 12 યુનિટ, 3 સ્કૂલોના 48 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈને કુલ 1206 યુનિટ સીલ કરાયા છે

એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 300 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે
એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 300 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે

ઓઢવમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી છે.

રીધમ હોટેલને પણ સીલ કરી દેવાઈ હતી
રીધમ હોટેલને પણ સીલ કરી દેવાઈ હતી

આસ્ટોડિયા ભજીયા હાઉસ પણ સીલ કરાયું
સોમવારે એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો- ઓફિસ સીલ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા છે. તે ઉપરાંત આસ્ટોડિયા ભજીયા હાઉસ, જ્યુસ કોર્નર પણ સીલ કરવામાં આવ્યું છે.

BU અને ફાયર સેફ્ટિ વિનાની મિલકતોને સીલ કરી દેવાઈ
BU અને ફાયર સેફ્ટિ વિનાની મિલકતોને સીલ કરી દેવાઈ

ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશનોએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે.

સરકારી શાળા અને ઇમારતોની ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ
સરકારી શાળા અને ઇમારતોની ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ

સરકારી શાળા અને ઇમારતોની ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો પૂરતી નહીં હોય. સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ કોર્પોરેશને રજૂ કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનાઓમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસ્દી લીધી નથી. ગેરકાયદે વપરાશ કર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડીંગ વપરાશની પરમીશન નથી?

ઝોન પ્રમાણે થયેલી કામગીરી

ઝોનયુનિટ
ઉત્તર ઝોન6
દક્ષિણ ઝોન48
પૂર્વ ઝોન354
પશ્ચિમ ઝોન125
મધ્ય ઝોન129
ઉત્તર પશ્ચિમ ઝોન16
દક્ષિણ પશ્ચિમ ઝોન14

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...