રજૂઆત:બાંધકામ ક્ષેત્રે થયેલો આશરે 30%થી 40%નો ભાવ વધારો રાજ્ય સરકાર સરકારી કોન્ટ્રાક્ટરોને આપેઃ અરવિંદ પટેલ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇટો સહિતના ભાવમાં વધારો થયો છે

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇટો ટ્રાસ્ટપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30%થી 40% જેટલો વધારો થયેલ છે, જે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ મીટીંગમાં સમગ્ર ગુજરાતના 200થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. સર્વે સભ્યોની લાંબી ચર્ચા-વિચારણા અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોઇ સદરહુ મીટીંગમાં સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરોને પડી રહેલી હાલાકીઓ અંગે રાજ્ય સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવ ધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમા આ ભાવે કામ કરવું પોસાય તેમ નથી અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાસ્ટપોર્ટેશન સહિતનાં સાધનોનાં ભાડામાં તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવમાં અસહ્ય વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં નાના-મોટા કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન વગેરેમાં જે પ્રકારે ભાવવધારો થયો છે.

કોન્ટ્રાકટરોને જુના ભાવે કામ કરવુ પોસાય તેમ નથી અને જંગી નુકશાન વેઠવુ પડે છે. આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મહાનગરપાલીકાઓ દ્ધારા આર. બી. આઇ. ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચુકવવામાં આવે છે. તે માર્કેટેબલ ભાવ કરતા ઘણોજ ઓછો હોય છે અને તે પણ પોસાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો કરવા તૈયાર નથી. જેથી એવી માંગણી કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર તથા મહાનગર પાલીકાના સત્તાધીશો તેમના ચાલુ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને આર.બી.આઇ. ઇન્ડેક્સ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે.

મીટીંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી કામોમાં વપરાતા માલ-સામાનનો છેલ્લા ઘણા સમયથી થયેલ ભાવ વધારો કોન્ટ્રાકટરોને સરકાર તરફથી મળવો જોઇએ, અથવા કોન્ટ્રાકટરોના થયેલ કામના જે તે સ્ટેજે ફાઇનલ બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેવી રજુઆત કરવી. તેમજ આ રજૂઆત સરકાર દ્વારા 15 દિવસમાં સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને ટેન્ડર ભરવાની ડીઝીટલ કી જીલ્લા પ્રમુખોને સોંપી દેવી.

અન્ય સમાચારો પણ છે...