નોકરી કરતી દરેક વ્યક્તિને નિવૃત્ત થવું પડતું હોય છે. નિવૃત્તિની ઉંમર પણ નક્કી હોય છે. પણ ઘણા IAS અધિકારીઓ માટે નિવૃત્તિ ટેમ્પરરી હોય છે. ગુજરાત સરકારમાં હાલમાં 30 આસપાસ IAS અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ સેવામાં છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે.
2007માં નિવૃત્ત થયેલા વરિષ્ઠ IAS અધિકારી સુધીર માંકડ હાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના ચેરમેન છે જ્યારે 2017માં નિવૃત થયેલા અધિકારી તપન રે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. તરીકે ફરજ બજાવે છે. 2011માં નિવૃત થયેલા બળવંતસિંહ ગુજરાત પોલીસ કમ્પલેઇન ઓથોરિટીના ચેરમેન છે. 2013માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ નિવૃત થયેલા કે. કૈલાસનાથન આજે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ પદે કાર્યરત છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયેલા સંગીતા સિંહને નિવૃતિના દિવસે જ તકેદારી આયોગમાં નિમણૂંક મળી ગઇ હતી.
એક નિવૃત્ત અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રથા આજકાલની નથી.
કેન્દ્ર હોય કે અન્ય રાજ્ય સરકારો દ્વારા નિવૃત્ત અધિકારીઓની સેવા લેવાતી હોય છે. IAS કેડર સિવાય પણ અધિકારીઓને નિવૃત્ત થયા બાદ કરાર આધારિત કે અન્ય રીતે રખાતા હોય છે. એ વાત જોકે સાચી છે કે જેમ અધિકારી સરકારની નજીક એમની માટે નિવૃત્તિ બાદની તકો પણ વધી જતી હોય છે.
ગુજરાતમાં IASની કુલ મંજૂર સંખ્યા 313, હાલમાં સંખ્યાબળ 252 અને એમાંથી 20 રાજ્ય બહાર ફરજ પર
200ના IAS સિવિલ લિસ્ટ પ્રમાણે, ગુજરાતમાં કુલ મંજૂર સંખ્યા 313 છે. જેમાંથી સીધી ભરતીથી 218, બઢતીથી IAS બનેલા 95 અધિકારીઓની જોગવાઇ છે. રાજ્યમાં 170 IAS ની સીનિયર પોસ્ટ છે. હાલમાં રાજ્યમાં IAS નું સંખ્યા બળ 252 છે.જેમાંથી સીધી ભરતીથી આવેલા અધિકારીઓ 171 છે. ગુજરાત કેડરના 20 અધિકારીઓ હાલમાં ગુજરાત બહાર ફરજ બજાવી રહ્યા છે જેમાંથી કેટલાક કેન્દ્ર સરકારમાં જ્યારે અમુક દેશ બહાર પણ ફરજ બજાવે છે. રાજ્યના મુખ્ય સચિવનો પે-સ્કેલ રૂ. 2.25 લાખ જ્યારે અધિક મુખ્ય સચિવ કક્ષાએ પણ પે-સ્કેલ રૂ. 2.25 લાખ હોય છે. અગ્ર સચિવ કક્ષાએ પે-સ્કેલ રૂ. 1.82 લાખ -રૂ. 2.24 લાખ હોય છે. 2016ના IAS સિવિલ લિસ્ટ પ્રમાણે, રાજ્યમાં કુલ મંજૂર સંખ્યા 297 હતી.
આ નિવૃત્ત IAS અધિકારીઓ સરકારની સેવામાં! AMCમાં પણ નિવૃત્ત થયેલા બે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે
નામ | હાલમાં કયા હોદ્દા પર | નિવૃત્તિ વર્ષ | |
કે. કૈલાસનાથન | મુખ્ય અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય | મે, 2013 | |
સુધીર માંકડ | ચેરમેન, ગિફ્ટ સિટી | ઑગસ્ટ, 2007 | |
બળવંતસિંહ | ચેરમેન, પોલીસ કમ્પલેઇન ઓથોરિટી | ડિસેમ્બર, 2011 | |
તપન રે | એમ.ડી., ગિફ્ટ સિટી | સપ્ટેમ્બર, 2017 | |
અનિલ મુકીમ | ચેરમેન, જીઇઆરસી | ઑગસ્ટ, 2020 | |
સંગીતા સિંહ | આયુક્ત, તકેદારી આયોગ | ઑક્ટોબર, 2020 | |
અમરજીતસિંહ | ચેરમેન, રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી | નવેમ્બર, 2017 | |
રાજગોપાલ | અધ્યક્ષ, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ | જાન્યુઆરી, 2019 | |
હસમુખ અઢીયા | ચાન્સેલર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત | નવેમ્બર, 2018 | |
સંજય પ્રસાદ | રાજ્ય ચૂંટણી કમિશ્નર | સપ્ટેમ્બર, 2019 | |
જી.સી. બ્રહ્મભટ્ટ | સચિવ, રાજ્ય ચૂંટણી આયોગ | સપ્ટેમ્બર, 2019 | |
એ.એ. રામાનુજ | સંયુક્ત કમિશ્નર, ચૂંટણી આયોગ | ઑગસ્ટ, 2020 | |
અમૃત પટેલ | રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર | જુલાઇ, 2019 | |
એસ.કે.પંડ્યા | ખાતાકીય તપાસના ખાસ અધિકારી | ફેબ્રુઆરી, 2016 | |
કે.બી.ભટ્ટ | ખાતાકીય તપાસના ખાસ અધિકારી | ફેબ્રુઆરી, 2015 | |
નામ | હાલમાં કયા હોદ્દા પર | નિવૃત્તિ વર્ષ | |
પી.એ.શાહ | ખાતાકીય તપાસના ખાસ અધિકારી | ઑગસ્ટ, 2014 | |
એન.એલ.પૂજારા | સચિવ, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ | જાન્યુઆરી, 2018 | |
પ્રકાશ સોલંકી | નિયામક, સમાજ સુરક્ષા | જુલાઇ, 2020 | |
પ્રકાશ સોલંકી | એમ.ડી., આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ | જુલાઇ, 2020 | |
પ્રકાશ સોલંકી | એમ.ડી., અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન | જુલાઇ, 2020 | |
નલીન ઠાકર | એમ.ડી., બિન અનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ | જુલાઇ, 2019 | |
વી.એ.વાઘેલા | એમ.ડી., બિન અનામત વર્ગોનું આયોગ | જૂન, 2019 | |
પી.બી.ઠાકર | સચિવ, બાળ અધિકાર સંરક્ષણ આયોગ | માર્ચ, 2017 | |
બી.સી.પટણી | સીઇઓ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ | જૂન, 2017 | |
આર.આર.રાવલ | સચિવ, યાત્રાધામ વિકાસ બોર્ડ | જૂન, 2021 | |
એચ.આર.સુથાર | કન્સલટન્ટ, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન | ફેબ્ર્ુઆરી, 2018 | |
આઇ.કે.પટેલ | અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન | જૂન, 2021 | |
સી.આર.ખરસાણ | અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન | જૂન, 2020 | |
એ.એમ.માંકડ | સચિવ-ઓ.ઓસ.ડી., મહેસૂલ વિભાગ(વિવાદ) | ઑક્ટોબર, 2016 | |
(સ્રોત - રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વેબસાઇટ્સ, આર.ટી.આઇ. પ્રી-ડીસ્ક્લોઝર અને સામાન્ય વહિવટ વિભાગની ટેલિફોન સૂચિકા- 2022)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.