તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ચાંદખેડામાં મકાન કપાતને લઈ 25 જેટલી સોસાયટીના રહીશોનો વિરોધ, હાઉસિંગ બોર્ડના મકાનોના ગેરકાયદેસર બાંધકામ બચાવતાં હોવાનો આક્ષેપ

અમદાવાદ23 દિવસ પહેલા
ચાંદખેડામાં કપાતને લઈને 25 જેટ�
  • 20 વર્ષથી સોસાયટી અને મકાનો બનેલા છે અને હવે ગેરકાયદેસર કહેતા સ્થાનિકો નારાજ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ પોતાના ઘર ભરાય તેના માટે અવનવા પ્લાન અને માપણી કરી દે છે જેના કારણે પ્રજા હેરાન થાય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વાળીનાથ ચોકથી સોનાનગર અને નિલકંઠ મહાદેવ રોડ 18 મીટરનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર આવેલી 25 જેટલી સોસાયટીના રહીશોને રોડ નીકળતો હોવાથી મકાન કપાતમાં જતાં હોવાની નોટિસ આપવામાં આવી છે.

માપણી ખોટી રીતે કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, રોડ પર વર્ષોથી સોસાયટીઓ બનેલી છે અને સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે. જેમાં રોડને અડીને ખાલી પ્લોટ છે જ્યાં ગેરકાયદે બાંધકામ છે છતાં તેને તોડવાની જગ્યાએ અમારા મકાનોની જગ્યાઓ પર માર્ક કરી તોડવાની નોટિસ આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, રોડની માપણી ખોટી રીતે કરી અને જે કાયદેસર બાંધકામ છે તેમાં દર વખતે અલગ અલગ માપણીના નામે માર્ક કરી દેવામાં આવે છે. આ માટે અમે ઉગ્ર વિરોધ નોંધાવીશું અને કોર્ટમાં પણ લડી લેવા માટે તૈયાર છીએ.

હાઉસિંગના ખાલી પ્લોટ પર દબાણ દૂર ન કરાતા હોવાનો આક્ષેપ
હાઉસિંગના ખાલી પ્લોટ પર દબાણ દૂર ન કરાતા હોવાનો આક્ષેપ

અધિકારીનું શું કહેવું છે?
પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહે Divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટીપી સ્કીમમાં જે રીતે સરકાર મંજૂર કરે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જેના રેવન્યુ રેકોર્ડ 7/12માં ઉતારામાં નામ છે તેઓને નોટિસ આપવામાં આવે છે, બાકી જાહેર નોટિસ આપવામાં આવે છે. હાઉસિંગ બોર્ડ તરફ કપાત અંગે તેઓએ જણાવ્યું હતું, સરકાર જે રીતે ટીપી ફાઇનલ કરે તે રીતે હોય છે.

અધિકારીઓ જાણકારી વિના જ કપાત માર્ક કરીને જતા રહ્યાં
વાસુપુજય ટેનામેન્ટમાં રહેતા ભાવેશ પરમારે Divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જ્યારે કોઈપણ ફાઇનલ ટીપી રોડ મંજૂર કરવામાં આવે છે, તેમાં જે મિલકતો કપાતમાં જાય છે તેના માલિકોને ત્રણ વખત નોટિસ આપવામાં આવે છે અને વાંધા અરજી લેવામાં આવે છે. એવી કોઈ જાણકારી વગર સીધા માર્કિંગ કરી અને કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ જતા રહ્યાં છે. અત્યારે સીધી અમને નોટિસ આપી દેવામાં આવી છે.

સૌથી પહેલા રોડથી અંદર મારા ઘરના કોટ સુધી માર્ક કર્યું હતું અને બાદમાં હવે છેક અડધા ઘર સુધી માર્ક કરી દેવામાં આવ્યું છે. 18 મીટરનો રોડ છે ત્યાં સુધી બરાબર છે પરંતુ હવે છેક 26 મીટર સુધી વળાંક કરી દેવામાં આવ્યો છે. અમારા કાયદેસરના મકાનો તોડી રોડ બનાવવા માગે છે પરંતુ સોસાયટીઓની સામેના ભાગે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે જેમાં ખુલ્લા પ્લોટ છે જેમાં ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં નથી આવતાં.

20 વર્ષ જૂની સોસાયટીના મકાનો કપાતમાં જતા લોકોમાં રોષ
20 વર્ષ જૂની સોસાયટીના મકાનો કપાતમાં જતા લોકોમાં રોષ

20 વર્ષ સુધી કોઈ કોર્પોરેશન અધિકારી જોવા ન આવ્યા
હેમરાજભાઈ યાદવે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા રોડની માપણી કરવામાં આવી હતી. તે સમયે એકદમ ચોખ્ખી માપણી થઈ હતી. માપણીમાં સોનાનગર તરફની સોસાયટીઓમાં 8 ફૂટ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ 12.5 ફૂટ રોડ કપાતમાં જાય છે. આ છતાં રોડ કપાત માત્ર એક તરફ એટલે કે સોસાયટી તરફ કરવામાં આવી રહ્યું છે.

દોઢ કિલોમીટરના રોડમાં હાઉસિંગ બોર્ડ તરફ 50થી 100 જેટલા મકાનો-દુકાનો બહાર રોડ સુધી આવી ગયા છે. જે ગેરકાયદેસર છે જેને પહેલા તોડવાની માગણી છે. માપણી ખોટી રીતે કરવામાં આવી રહી છે. રોડ કપાત એક લાઈનમાં હોવા છતાં અલગ અલગ માપ કરે છે. 20 વર્ષ પહેલાં બિલ્ડરે મકાનો બનાવ્યા હતા ત્યારે 20 વર્ષ સુધી કોઈ કોર્પોરેશનના અધિકારી જોવા ન આવ્યા અને હવે આ ગેરકાયદેસર માલિકી છે કહી AMC કપાત કરે છે. જેનો અમે વિરોધ કરીએ છીએ.

અડધી સ્કૂલ પણ કપાતમાં ગઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાળીનાથ ચોકથી સોનાનગર સુધી કરેલા રોડ કપાત માર્કિંગમાં બે સ્કૂલો અમે 4 રેસિડેન્સીયલ ફ્લેટનો પણ સમાવેશ થાય છે. ફ્લેટના આગળના 5 ફૂટ કપાત અને અડધી સ્કૂલ કપાતમાં જઈ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, ત્યાં રોડની કપાત ન કરવામાં આવતા તેઓને બચાવવામાં આવતા હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.