ગાંધીયન હેરિટેજ:ગાંધીજી અને કસ્તુરબાએ પુત્ર દેવદાસને લખેલા 190 જેટલા અપ્રગટ પત્રો આશ્રમમાં સ્થાન પામ્યાં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ 1920થી 1948ના ગાંધીજી તથા કસ્તુરબાએ લખેેલા 550 પત્રો આપ્યાં
  • પત્રોને ઓક્સફર્ડ યુનિ. પ્રેસ અંગ્રેજી અને નવજીવન પ્રકાશન મંદિર ગુજરાતીમાં પ્રકાશિત કરશે

સાબરમતી ગાંધી આશ્રમ સ્મારક ટ્રસ્ટને ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ 1920થી 1948ના વર્ષ દરમિયાન ગાંધીજી તથા કસ્તુરબા દ્વારા લખાયેલા 550 પત્રો ભેટ સ્વરૂપે આપ્યાં છે. ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા દેવદાસ ગાંધી મહાત્મા ગાંધીજીના ચોથા નંબરના પુત્ર હતાં. તેઓ આ પત્રોનું પ્રકાશન કરવા ઇચ્છતાં હતાં. પરંતુ તેમના અકાળે અવસાનને કારણે ગોપાલકૃષ્ણ ગાંધીએ આ પત્રો સંકલિત કર્યા. જે હવે ‘ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ’ દ્વારા અંગ્રેજી તેમજ ‘નવજીવન પ્રકાશન મંદિર’ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત થશે. જેનો ગુજરાતી અનુવાદ જાણીતા ગાંધીયન સ્કોલર પ્રોફેસર ત્રિદીપ સુહૃદે કર્યો છે.

ચેન્નાઇ ખાતેથી પત્રો લવાયા
​​​​​​​ગોપાલકૃષ્ણ ગાંધીએ છ-સાત મહિના પહેલાં હસ્તપ્રતો આશ્રમને ભેટ કરી હતી. પરંતુ કોરોનાને કારણે જઈ શકાય તેમ ન હોવાથી 12 જાન્યુઆરીએ ચેન્નાઇ ખાતેના તેમના નિવાસસ્થાનેથી મેં હસ્તપ્રતો મેળવી છે. ગાંધી આશ્રમમાં આ વારસાને યોગ્ય રીતે જા‌ળવવામાં આવશે. - અતુલ પંડ્યા, સાબરમતી ગાંધી આશ્રમ, ડિરેક્ટર

અન્ય સમાચારો પણ છે...