આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ હેલ્પલાઈનને 8 વર્ષ થયા છે અને ઘરેલું હિંસા હોય કે છેડતી કે પછી અપહરણ જેવા બનાવ આ ટીમ મુશ્કેલીઓના સમયે મહિલા-દીકરીઓની સાથે છે.
2015થી અત્યાર સુધી 71872 ગંભીર કિસ્સામાં મદદ
વર્ષ 2015થી આજ દિન સુધીમાં મહિલા હેલ્પલાઇન અભયમ 181ની રેસક્યૂવાન સાથે કાઉન્સિલરે જઇને 2.37 લાખ જેટલી મહિલાને મદદ પૂરી પાડી છે. 1.49 લાખ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. 71872 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યૂ વાન દ્વારા રેસક્યૂ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલા હતા.
મુશ્કેલીના સમયે સાથીની ગરજ સારે છે
GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફીસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં 24×7 કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઈ છે.
181 હેલ્પલાઇનની વિશેષતા
→ કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.