તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્સને ત્યજી દેવાનું પ્રમાણ:લોકડાઉન બાદ પપ્પીઝ અને પેટ્સને ત્યજી દેવાનું પ્રમાણ 70% વધ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી અને ધંધા ફરી શરૂ થઈ જતા માલિકો ધ્યાન આપી શકતા ન હોવાથી પેટ્સ અગ્રેસિવ બિહેવ કરી ઘરમાં તોડફોડ કરતાં હોય છે
  • શહેરનાં વિવિધ શેલ્ટર હોમમાં 45-50 બ્રિડસના પેટને મૂકી ગયા: કોરોનાને કારણે શેલ્ટર હોમમાં મૂકેલા પેટ્સને લોકો પાછા લેવા આવતા નથી

લોકડાઉનમાં કેટલાક લોકો ઘરે એકલા રહીને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં આવી જતા પેટ્સ અને પપ્પીઝ ઘરે લઈ આવ્યા હતા. આ 6 મહિનાનાં લોકડાઉન દરમિયાન પપ્પીઝ અને પેટ્સને તેમનાં પેરેન્ટ સાથે એક અનોખો લગાઉ થઈ ગયો છે. પણ, ન્યુ નોર્મલ શરુ થતાની તેઓ તેમનાં પેટ્સને સમય આપી શક્તા નથી તેના કારણે પેટ્સ ઘરમાં હોબાડો મચાવી દેતા હોય છે. આને કારણે લોકડાઉન બાદ પ્પીઝ એન પેટ્સને ત્યજી દેવાનું પ્રમાણ 70 ટકા વધી ગયું. આ વિશે વાત કરતા શહેરનાં શેલ્ટર હોમ્સને પૂછતા તેઓ જણાવ્યું કે,

‘લોકડાઉન સમયમાં દેખા દેખીમાં શહેરીજનોએ અધડક પપ્પીઝ અને પેટ્સ અડોપ્ટ તેમજ 50થી 70 હજાર આપી ખરીદયા છે. પણ, નોકરી ધંધા શરુ થતાની સાથે પેરેન્ટ્સ તેમની પાછળ સમય ન આપતા તેમને સેલ્ટર હોમ, રોડ પર ક્યાં તો તેમનાં ગ્રૂપમાં વેચી રહ્યા છે. કોરોટાઈન થયા હોય તો સેલ્ટર હોમમાં મુક્યા બાદ લઈ જવા માંગતા નથી એવા કિસ્સા પણ સામે આવ્યા છે.’

લગાવ થઈ જતા પેટ્સ એકલા રહી શકતા નથી
લોકડાઉનમાં પપ્પીઝ અને પેટ્સને ખરીદવાનો રેસ્યો વધ્યો હતો. ત્યારે અનલોક થતા પેરેન્ટ તેમનાં પેટ્સને યોગ્ય સમય આપી શકતા નથી જેને કારણે તેઓ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. જેને પેટ્સ ખરીદવા છે તે બેલજીયમ મિલિનોસ ,હસ્કી, વાઈટ શેપહર્ડ લઈ રહ્યા છે. જ્યારે પાછા કરાવાનો રેસ્યો અત્યારે 60-70 ટકા થઈ ગયો છે. -નૈતિક ભટ્ટ , ડોગ લવર્સ ક્લબ, ઓનર

45-50 જેટલા બ્રિડ ડોગ શેલ્ટર હોમમાં છે
લોકડાઉન સમયે મારા ત્યાં આશરે 25 જેટલા ડોગ્સ હતા. અનલોક થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં આની સંખ્યા વધીને ડબલ થઈ ચૂકી છે. જેમાં મારા સેલ્ટર હોમમાં 45-50 બ્રિડ ડોગ છે. આમાંથી કેટલાક રસ્તા પર મુકી દેવાયા હતા તો કેટલાને લોકો કોરન્ટાઈન સમયે મૂકી જાય છે પણ પાછા લઈ જતા ઈન્કાર કરી દે છે. -સ્વાતિ વર્મા, ગાંધીનગર, બાર્કવિલે ફાઉન્ડેશન

આ બ્રિડ કરવામાં આવે છે પસંદ
પેરેન્ટ્સ જેને ખરેખરમાં પેટ્સ લેવવાની ઈચ્છા હોય છે તેઓ હવે બેન્લજીન મિલિનોસ પસંદ કરી રહ્યા છે જેની કોસ્ટિંગ રુપિયા 75 હજારથી શરુ થાય છે. આ સિવાય થેરાપી માટે વ્હાઈટ સ્વિઝ શેફર્ડ લઈ રહ્યા છે.બા‌ળકોનો બેસ્ટ કમ્પેનિયન છે આ ડોગ્સ.

બા‌ળકોના શોખ માટે લોકો પેટ્સ ખરીદે છે
બોળકોનાં શોખ માટે પેટ્સને લઈ આવતા હોય છે. તેમાં પણ શરુઆતમાં 6 મહિનાનું પપ્પીઝ લાવે છે જેમ એ મોટું થાય તેમ તેનામાં આવતા બદલાવને અપનાવી ન શક્તા સેલ્ટર હોમમાં કે રાતનાં સમયે ત્યજી દે છે. સાચુ કહું તો જોબ કરતા લોકોએ પેટ્સ ના લેવવા જોઈએ. પેરેન્ટ સાથે લગાવ થયા બાદ એકલા રહી શક્તા નથી. -પૂજા ચોક્સી, હાઉસ ઓફ ફર, રેસ્કઅર-ફીડર

ખર્ચ વધતા પણ પેટ્સને ત્યજી દેવામાં આવે છે
મારી પાસે અત્યારે 17 જેટલા બ્રિડ ડોગ છે. જેમાંથી 30 ટકા પેટ્સનો ખર્ચ વધી જતા પરત મુકી જાય છે તો 70 ટકા ફ્લેટમાં રહેતા અન્ય લોકોને પડતી મુશ્કેલીનાં કારણે પરત કરી જતા હોય છે. જ્યારે સૌથી વધુ લેબ્રાડોર , સિટ્ઝુ, રોટવેલર, બિગલ જેવા પેટ્સને મુકી જાય છે અને એડોપ્ટ પણ સૌથી વધુ આ ડોગ્સ થતા હોય છે. -હિતેન્દ્ર માલી, ડેઝી ફાઉન્ડેશન, ગોતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો