ચોરીની ફરિયાદ:અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘરઘાટી બંગલામાંથી 24 લાખના દાગીના લઈને ફરાર, માંદગીનું બહાનું બનાવી રજા પર ઉતર્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન
  • ઘરમાલિકે ઘરઘાટીએ ડુપ્લીકેટ ચાવીથી ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરના એક બંગલામાંથી 7 મહિના જૂનો ઘરઘાટી બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી ગયો હતો, પરંતુ રજા પર જતાં પહેલાં જ ઘરઘાટી ઘરમાંથી 24 લાખમાં દાગીના ચોરી ગયો છે. જે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ઘરઘાટીએ કહ્યું છાતીમાં દુખે છે એટલે ડોક્ટરે 25 દિવસ આરામ કરવા કહ્યું
વસ્ત્રાપુરના સમર્પણ બંગલામાં રહેતા યોગેન્દ્ર ગુપ્તાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પરિવાર સાથે રહે છે અને તેમની સાથે તેમનો 7 મહિના જૂનો ઘરઘાટી ભૂરો વેલા પણ રહે છે. 24 જાન્યુઆરીએ યોગેશ ગુપ્તા પરિવાર સાથે સાળંગપુર ગયા હતા, ત્યારે ઘરઘાટી ભૂરો ઘરે એકલો હતો. 25 જાન્યુઆરીએ તેઓ પરત આવી ગયા હતા અને 28 જાન્યુઆરીએ ભૂરાએ છાતીમાં દુખતું હોવાથી હોસ્પિટલ જવાનું કહ્યું હતું. હોસ્પિટલથી આવીને ભૂરાએ યોગેન્દ્રભાઈને કહ્યું કે મને છાતીમાં ફેક્ચર છે જેથી મને 25 દિવસ આરામ કરવાનું કહ્યું છે.

સ્ટીલના ડબ્બામાંથી ઘરેણાં ગાયબ હતા
ભૂરો જતા રહેતા ભૂરાના મામા વિનોદ બારા કામ પર જતાં હતાં. 15 ફેબ્રુઆરીએ ઘરમાં બીજા માળે લાકડાના કબાટમાં રાખેલા સ્ટીલના ડબ્બામાં જોવા મળ્યા નહોતા. જેમાં મંગળ સૂત્ર,ચેન,વીંટી, કંગન સહિત 24 લાખના દાગીના ગાયબ હતા. જેથી ઘરઘાટી ભૂરાએ ડુપ્લીકેટ ચાવીથી ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...