ત્રિપાંખિયો જંગ:ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની પેટાચૂંટણીમાં ‘આપ’ની એન્ટ્રી; હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા, બારેજા, ધંધુકા પાલિકાની ચૂંટણી પણ 3 ઓક્ટોબરે યોજાશે

શહેર અને જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપે પણ ઉમેદવારો ઉતારતા પેટાચૂંટણી રસાકસી ભરી રહેશે. ચાંદખેડા અને ઇસનપુર વોર્ડ બેઠક, જિલ્લા પંચાયતની નાંદોલ, દસ્ક્રોઇ, સાણંદ તાલુકા પંચાયતની ત્રણ બેઠક, બાવળા, બારેજા, ધંધુકા પાલિકાની બેઠક પર 3 ઓક્ટોબરે મતદાન થશે.

અમદાવાદ જિલ્લા કલેકટરની ચૂંંટણી શાખાએ આપેલી માહિતી મુજબ 3,ઓક્ટોબરના રોજ સવાર 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. કોર્પોરેશનની બે વોર્ડની પેટા ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડની એક બેઠક માટે 4 ઉમેદવાર અને ઇસનપુર વોર્ડની એક બેઠક માટેની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો છે. આ સિવાય જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ બેઠકો પર પણ ત્રણ-ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. મંગળવારે ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. માત્ર સાણંદ તાલુકાની ઝાંપ બેઠક માટે એક ફોર્મ પરત ખેંચાયુ છે. આ સિવાય પ્રત્યેક બેઠક માટે ભાજપ,કોંગ્રેસ અને આપના ઉમેદવારો પ્રચારકાર્યમાં જોડાઇ ગયા છે. આ ચૂંટણીમાં નવા મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળની રાજકીય પરીક્ષા છે.

આપના ઉમેદવારોને પણ જોરદાર સમર્થન મળી રહ્યું છે. મતગણતરી આગામી 5 ઓક્ટોબરે થશે. ચૂંટણીની પ્રક્રિયા 8 ઓક્ટોબરે પૂરી થશે. દરમિયાન ચાંદખેડા વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવારે બે મહિનામાં જ રાજીનામું આપતા જ્યારે ઈસનપુર વોર્ડના કોર્પોરેટરનું અવસાન થતાં પેટાચૂંટણી યોજવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...