કાર્યવાહી:અભિનેત્રી કંગના રાણાવતના આઝાદીના નિવેદનના સામે આપ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કંગના રાણાવતની ફાઈલ તસવીર - Divya Bhaskar
કંગના રાણાવતની ફાઈલ તસવીર
  • કંગના રાણાવતએ કહ્યું હતું કે,1947ની આઝાદી મળી છે તે ભીખ છે, સાચી આઝાદી તો 2014માં મળી છે
  • કંગના રાણાવત સહીત ખાનગી ચેનલના પત્રકાર સામે પણ અરજીમાં ઉલ્લેખ કરાયો

બોલિવૂડ એક્ટર કંગના અમરદીપ રાણાવત પોતાના નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામા રહી છે ત્યારે ગત 10 તારીખે કંગનાએ એક નિવેદન આપ્યું હતુ જેના તેણે જણાવ્યું હતુ કે, "1947ની આઝાદી મળી છે તે ભીખ છે, સાચી આઝાદી તો 2014માં મળી છે", આ નિવેદનના કારણે તે સોશિયલ મિડીયા પર ટ્રોલ થઈ હતી. સાથે સાથે અલગ અલગ રાજ્યમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. હવે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે કંગના રાણાવત અને ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધમાં અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભારતની આઝાદી તથા શહીદો વિષે વિવાદાસ્પ્દ નિવેદન
આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત 10 તારીખના સાંજના સાત વાગ્યે ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કંગના હાજર હતી. જેમાં કંગનાએ ભારતની આઝાદી તથા શહીદો વિષે જણાવ્યું હતુ કે, "1947માં જે આઝાદી મળી છે તે તો ભીખ છે અને સાચી આઝાદી તો 2014માં મળી છે". આવા શબ્દોનું સમર્થન પત્રકારે પણ કર્યું હતુ અને પોતાની ચેનલના માધ્યમથી આખા દેશમાં તેનું પ્રસિદ્ધિકરણ કર્યું હતુ.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
જેથી લોકો વચ્ચે દ્રેષભાવ ઉભો કરી અને આઝાદી માટે બલિદાન આપેલા તેવા શૂરવીર, દેશપ્રેમી સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન અને અનાદર કર્યું છે. જેના પગલે પ્રણવ ઠક્કર અને તેમના ક્રાયકર્તાઓ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંગના રાણાવત અને પત્રકાર વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક અપમાન કરવું, તોફાનો થાય તે રીતના નિવેદન આપવા અને રાજદ્રોહ ની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસે જણાવ્યું હતું કે, એક અરજી આપી છે જેમાં અભીનેત્રી અને એક પત્રકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પોલિસે સ્વીકારી છે અને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...