• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AAP Leaders And Activists Smashed The Main Gate Of Kamalam, Then BJP Workers Broke With Sticks In Their Hands, Isudan Had To Hide In A Security Cabin.

કમલમમાં એ 30 મિનિટમાં શું બન્યું હતું?:AAPના નેતાઓએ કમલમનો મુખ્ય ગેટ તોડ્યો, તો ભાજપના કાર્યકર લાકડી સાથે તૂટી પડ્યાં, ઈસુદાનને સિક્યુરીટી કેબિનમાં સંતાવું પડ્યું

એક મહિનો પહેલા
  • કમલમનો ગેટ તૂટ્યો અને મામલો બીચકયો, ભારે હોબાળો થયો અને અનેક ઈજાગ્રસ્ત થયાં
  • AAPના તમામ નેતા-કાર્યકરોને ગાંધીનગર પોલીસ ડીટેન કરીને લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

કોબા ખાતે આવેલા ભાજપના કમલમ કાર્યાલયમાં આજે પોલીસ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘર્ષણ શરૂ થયા પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા કમલમમાં પહોંચ્યા ભારે હોબાળો થયો અને તે દરમિયાન કમલમનો મુખ્ય ગેટ તૂટી ગયો હતો. જેના કારણે થોડીવારમાં ગાંધીનગર પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો પરંતુ પોલીસની સાથે ભાજપના કાર્યકરો પણ લાકડી સાથ દેખાતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આંદોલન કરવા આવેલા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ ત્યાં હાજર હતા. અચાનક લાઠીચાર્જ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને કંપની સિક્યુરિટી કેબિનમાં સંતાડી દીધા હતા. ઘણા લોકોને આમાં ઇજા પહોંચી છે. હાલ તમામને ગાંધીનગર પોલીસ ડીટેન કરીને લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

AAPના વિરોધ પ્રદર્શનની પહેલાથી જ ગંધ આવી ગઈ
12મી ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષાના હતી અને તેના 3 દિવસ પહેલા જ 9મી ડિસેમ્બરે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લિક થઈ ગયું હતું અને કેટલાક લોકો સુધી પહોંચી ગયું હતું. એટલું જ નહીં સોલ્વ થઈને કેટલાક પરીક્ષાર્થીઓને લાખો રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે તેવો પહેલાથી જ સરકારને અણસાર આવી ગયો હતો. જેથી ગાંધીનગર સચિવાલય ખાતે આપ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા આવશે એવી માહિતીના આધારે સરકારે સચિવાલયના બે સિવાયના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

AAPના વિરોધ પ્રદર્શન થવાના ડરે સચિવાલયના 2 સિવાયના ગેટ બંધ કરાયા હતા
આપ વિરોધ પ્રદર્શન કે આવેદન આપવા માટે સચિવાલય પહોંચશે એવી દહેશતમાં તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. એટલું જ નહીં, આપના વિરોધ પ્રદર્શનને દબાવી દેવાની પૂરતી વ્યવસ્થા પહેલાથી જ કરી દેવાઈ હતી. જો કે ચાલક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ખાનગી જગ્યાએ એઠઠા થયા હતા અને સીધા જ સચિવાલય તરફ કૂચ કરવાને બદલે સીધા જ ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર કમલમમાં ઘૂસી ગયા હતા.

ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા
ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ ગયા છે.

ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓનો અમાનુષી હુમલો
ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.

ગોપાલ ઈટાલિયા સહિતના AAP નેતાઓને પોલીસે માર માર્યો
પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...