• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AAP Issued A Notice To The Minister Of State For Home Affairs And The DGP Regarding Getting Affidavits From Police Personnel For Salary Hike

હાઇકોર્ટમાં અરજીની ચીમકી સાથે નોટિસ આપી:વેતન વધારા માટે પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવિટ કરાવવા મામલે AAPએ ગૃહ રાજ્યમંત્રી અને DGP નોટિસ આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પોલીસ ગ્રેડ પે આપવાની જગ્યાએ કેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તેઓની પાસે એક એફિડેવિટ માંગવામાં આવ્યું છે. જે પોલીસ કર્મચારી દ્વારા એફિડેવિટ જમા કરાવવામાં આવશે, તેમના વેતનમાં જ વધારો કરવામાં આવશે. જેને લઇ આજે આમ આદમી પાર્ટીના લીગલ સેલે પત્રકાર પરિષદ કરી જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ પાસે જે એફિડેવિટ કરાવવામાં આવી રહ્યું છે તે ગેર બંધારણીય છે. પોલીસ કર્મચારીઓ પાસે જે એફિડેવિટ કરાવવામાં આવી રહ્યા છે તે મામલે ગૃહ રાજ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાને આમ આદમી પાર્ટીએ લીગલ નોટિસ ફટકારી છે. જો 10 દિવસમાં એફિડેવિટ અંગેનો પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવશે.

એફિડેવિટ માટે દબાણ કરાશે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાશેઃ AAP
લીગલ સેલના પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, એફિડેવિટ કરાવવી એ ગેર બંધારણીય છે અને દબાણપૂર્વક આ કરાવી શકે નહીં. જેથી પોલીસ કર્મચારીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈ એફિડેવિટ કરે નહીં. આમ આદમી પાર્ટીએ નોટિસમાં જણાવ્યું છે કે એફિડેવિટ કરવા માટે કોઈ ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારી પર દબાણ કરવું નહીં કે કોઈ પ્રકારની ધમકી આપવી નહીં. આ રીતે ધાક ધમકી કે દબાણ કરવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે રૂ. 550 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે, તે ખાસ કિસ્સામાં આપવામાં આવતા પ્રોત્સાહન રૂપે આપ્યું છે. પ્રોત્સાહન રૂપે જે વેતન આપવામાં આવનાર છે, તે કેટલા સમય સુધી આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિધાનસભા ચૂંટણી પછી પણ આ પ્રોત્સાહન રકમ ચાલુ રહેશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા એફિડેવિટમાં પણ કરવામાં આવી નથી. કોઈપણ સ્પષ્ટતા વગર જે રીતે પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવિટ માંગવામાં આવી રહ્યું છે તે ગેર બંધારણીય છે જેનો આમ આદમી પાર્ટીના લીગલ સેલે વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...